સતત પાંચમા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર:ભાવનગરમાં કાળઝાળ ગરમીમાં લોકો અકળાયા, 30 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયા

Gujarat5/14/2026, 9:33:28 AM
સતત પાંચમા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર:ભાવનગરમાં કાળઝાળ ગરમીમાં લોકો અકળાયા, 30 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયા
ભાવનગરમાં સપ્તાહના પ્રારંભથી જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે સતત ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો સરેરાશ 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા. આજે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ગરમીની સાથે 30 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીનો પારો વધતા આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવા અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવા આકરા તાપ લોકોએ સહન કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં ભાવનગરમાં નોંધાયેલુ તાપમાન લૂથી બચવા આ પગલાં લેવા જોઈએ સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પ્રવાહી પીવું જોઈએ. જેમ કે લીંબુ સરબત, છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તો આજે 14 મેએ લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 50 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
Read Original Article →