ભાવનગરના મુસાફરોને લાભ:વેકેશનના બે મહિના દર રવિવારે ભાવનગર-હરિદ્વાર ટ્રેન ફાળવાઇ
ઉનાળાના વેકેશનની રજાઓ દરમિયાન મુસાફરો માટે સુવિધા પુરી પાડવા માટે પશ્ચિમ રેલવે કાર્યરત છે, અને આ શ્રેણીમાં ટ્રેન ઓન ડિમાન્ડ યોજના તળે વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026થી મે 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 8-8 ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, ટ્રેન નં. 09271 ભાવનગર ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરેક રવિવારે સવારે 04:25 વાગ્યે પ્રસ્થાન કરીને સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. 09272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન હરિદ્વારથી દરેક સોમવારે સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને ક્યા સ્ટોપેજ અપાયા?
સમર સ્પે. હરિદ્વાર ટ્રેનને બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જં., પાળી મારવાડ, લૂની જં., જોધપુર જં., ગોટન, મેડતા રોડ જં., ડેગાના જં., છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જં., ચૂરૂ, સાદુલપુર જં., સિવાની, હિસાર જં., ભિવાની જં., કલાનૌર કલાં, રોહતક જં., પાનીપત જં., અંબાલા કેન્ટ જં., સહારનપુર જં. તથા રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. સમયસર સમર સ્પેશિયલ ટ્રેનો ઘોષિત થતી નથી
ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન એપ્રિલ અને મે મહિનામાં દોડાવવાની ઘોષણા રેલવે તંત્ર દ્વારા શુક્રવારે બપોરે કરવામાં આવી હતી અને તેનું બુકિંગ શુક્રવારે જ સાંજે 5 કલાકથી શરૂ કરી દેવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેનોની ઘોષણા જો માર્ચ માસ દરમિયાન તંત્ર દ્વારા કરી દેવામાં આવે તો વેકેશન માટે પ્લાનિંગ કરવામાં મુસાફરોને અનુકુળતા મળી શકે તેમ છે.
Read Original Article →