24x7 ફરજ બજાવતા પોલીસકર્મીઓના આરોગ્ય માટે ખાસ પહેલ:ભાવનગર ગ્રામ્યમાં “મિશન આરોગ્યમ” અંતર્ગત પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Gujarat5/14/2026, 9:23:08 AM
24x7 ફરજ બજાવતા પોલીસકર્મીઓના આરોગ્ય માટે ખાસ પહેલ:ભાવનગર ગ્રામ્યમાં “મિશન આરોગ્યમ” અંતર્ગત પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી તથા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર ગ્રામ્યના ASP દ્વારા “મિશન આરોગ્યમ” હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ગ્રામ્ય અંતર્ગત આવતા પાંચ પોલીસ સ્ટેશનના 150થી વધુ પોલીસ કર્મીઓએ આ કેમ્પમાં ભાગ લઈ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. કેમ્પ દરમિયાન લિપિડ પ્રોફાઈલ, ECG, આંખોની તપાસ, બ્લડ પ્રેશર, વજન સહિતની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. મિશન આરોગ્યમ્ હેઠળ ત્રણ ફેઝ પ્લાન કર્યા આ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, આજરોજ નારી ચોકડી પાસે આવેલ ભાવનગર ગ્રામ્યની કચેરી ખાતે “મિશન આરોગ્યમ્ ના અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. જ્યારે રેન્જ આઈજી આર.બી. અસારી રેન્જમાં આવ્યા હતા, ત્યારે તેમણે ખાસ સૂચના આપી હતી કે,પોલીસના વેલફેર પર ધ્યાન આપવામાં આવે. જેના હેઠળ એસ.ડી.પી.ઓ. ભાવનગર ગ્રામ્યની કચેરીએ એક કોન્સેપ્ટ નોટ તૈયાર કરી હતી, જેમાં મિશન આરોગ્યમ્ પ્રપોઝ કર્યું હતું. એસ.પી.નીતેશ પાંડેનું સીધું માર્ગદર્શન મળ્યું હતું અને આજે 14 અને 15 મે ના રોજ આનું આયોજન કરવામાં આવ્યું છે. મિશન આરોગ્યમ્ તે એક નવી આરાધના સાથે શરૂ કર્યું છે જેમાં ત્રણ ફેઝમાં અમારો મુખ્ય હેતુ એ છે કે પોલીસ ફોર્સ જે 24x7, 365 દિવસ કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા કાર્યરત રહે છે અને અત્યારે જે એક સ્ટ્રેસફુલ સિચ્યુએશન બનતી જાય છે, તેને ધ્યાનમાં રાખીને મિશન આરોગ્યમ્ હેઠળ ત્રણ ફેઝ પ્લાન કર્યા છે. પોલીસકર્મીઓની હેલ્થનો એક બેઝલાઈન ડેટા તૈયાર કરાશે જેમાં પહેલા ફેઝમાં આજે બેઝલાઈન હેલ્થ ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જેમાં 12થી વધુ ટેસ્ટ અમે કંડક્ટ કરાવી રહ્યા છીએ. જેટલી પણ નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ છે તેને આઈડેન્ટીફાઈ કરીને તેના પર કામ કરી શકાય તે માટે સાથે જ ઈસીજી અને આઈ-ટેસ્ટ જેવી પણ તમામ વસ્તુઓ કંડક્ટ કરાવી છે. જેથી ભાવનગર ગ્રામ્ય હેઠળ આવતા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો એક બેઝલાઈન હેલ્થ ડેટા બનાવી શકાય. ફેઝ-2 હેઠળ અમે માનસ વર્ટીકલ રાખ્યું છે, જેમાં અમે મેન્ટલ હેલ્થ પર અવેરનેસ કરી શકીએ. યોગને પ્રમોટ કરી શકીએ અને સુનિશ્ચિત કરી શકીએ કે પોલીસ પ્રિવેન્ટિવ હેલ્થ એપ્રોચ હેઠળ કામ કરી રહી છે અને ફેઝ-3માં પછી જે રીતે વડાપ્રધાનનુ પણ આહ્વાન છે કે, વધારેમાં વધારે ઈન્સ્યોરન્સ પેનિટ્રેશન થઈ શકે, તેમાં અમારો એ ટાર્ગેટ છે કે એસ.ડી.પી.ઓ. ભાવનગર ગ્રામ્યમાં આવતા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું 100% ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ થઈ શકે.
Read Original Article →