17 વર્ષીય સગીરાનું ઘરેથી અજાણ્યા શખ્સે કર્યું અપહરણ:વહેલી સવારે પિતા પૂજા કરવા ગયા ને દીકરી ગાયબ, ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભાવનગરમાંથી એક સગીરાના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે.રાત્રિના સમયે પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો.બાદમાં સવારે છ વાગ્યે પિતા જાગ્યા ત્યારે તેમની દીકરી ઘરે જોવા મળી નહીં.એટલે સગીરા મળી ન આવતા સમગ્ર મામલે પિતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે સગીરાના અપહરણ કર્યાંની ફરિયાદ નોંધાવી છે. પિતા પૂજા કરી ઘરે આવ્યા તો દીકરી ઘરે ન હતી
ઘટનાની વિગતો મુજબ,સવારે આશરે સાડા ચાર વાગ્યે પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે સગીરા જાગતી હતી.તેના પિતા પણ તે સમયે જાગીને રોજિંદી ક્રિયાઓ કરી રહ્યા હોવાથી સગીરા ફરીથી સૂઈ ગઈ હતી.ત્યારબાદ સવારે પાંચ વાગ્યે પિતા નાહી-ધોઈને નજીકના રામમંત્ર મંદિરે પૂજા કરવા માટે ગયા હતા.સવારે છ વાગ્યે જ્યારે તેઓ પૂજા કરીને ઘરે પરત ફર્યા, ત્યારે સગીરા ઘરમાં ક્યાંય જોવા મળી નહોતી. પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ સગીરા મળી નહીં
સગીરા ગાયબ જણાતા ચિંતાતુર બનેલા પરિવારજનોએ તાત્કાલિક આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ શરૂ કરી હતી.સગીરાની માતા અને મોટા ભાઈએ નારી ચોકડી તથા એસ.ટી. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ પણ તપાસ કરી હતી.આખો દિવસ સગા-સંબંધીઓ અને સગીરાની બહેનપણીઓના ઘરે પૂછપરછ કરવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નહોતો. પિતાએ અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી
અંતે,કોઈ ભાળ ન મળતા સગીરાના પિતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS ની કલમ 137(2) મુજબ ગુનો નોંધીને સગીરાને શોધી કાઢવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →