ભાવનગર ગ્રામ્યમાં એલસીબીની રેડ:નિષ્કલંક રોડ નજીક મકાનમાંથી 1584 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, બુટલેગરનું નામ ખોલ્યુંઘોઘા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ

Gujarat5/22/2026, 8:30:06 AM
ભાવનગર ગ્રામ્યમાં એલસીબીની રેડ:નિષ્કલંક રોડ નજીક મકાનમાંથી 1584 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, બુટલેગરનું નામ ખોલ્યુંઘોઘા પોલીસ મથકમાં બે સામે ફરિયાદ
ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે નિષ્કલંક રોડ નજીકના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 1584 બોટલ તેમજ 1 મોબાઈલ મળી કુલ રૂ.2.55 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી સમગ્ર મામલે એક શખ્સની ધરપકડ કરી શખ્સની પૂછપરછ કરતા મુખ્ય બુટલેગરનું નામ ખુલતા પોલીસે બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી આધારે રેડ આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, એલસીબીની ટીમ ભાવનગર ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ માહિતીના આધારે, રાહુલ ઉર્ફે ચીની જયેશ મારુએ તેના મિત્ર ભાવેશ ઉર્ફ મઘો મનજી સોલંકીના ઘર સામે આવેલ મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી આધારે રેડ કરી હતી. અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 1584 નંગ બોટલ મળી રેડ દરમિયાન સ્થળ પરથી ભાવેશ ઉર્ફે મઘો મનજી સોલંકી મળી આવ્યો હતો. તેને સાથે રાખીને મકાનની તપાસ હાથ ધરતા રૂમમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 1584 નંગ બોટલ(રૂ.2,55,840) દારૂ અંગે પૂછતા ભાવેશે જણાવ્યું હતું કે તેના મિત્ર રાહુલ ઉર્ફે ચીની જયેશ મારુ બે દિવસ પહેલા કારમાં આ ઇંગલિશ દારૂનો જથ્થો તેના ઘરે મૂકી ગયો અને અગાઉ પણ બે વખત તેના ઘરે દારૂનો જથ્થો મૂકી ગયો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઇંગ્લીશ દારૂ તથા ભાવેશની અંગ જડતી દરમિયાન એક મોબાઇલ (કિંમત-5000) મળી કુલ રૂપિયા 2,60,840 ના મુદ્દામાલ સાથે ભાવેશની ધરપકડ કરી હતી. ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બુટલેગરને ઘોઘા પોલીસને હવાલે કરી તેની તથા રાહુલ ઉર્ફે ચીની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઝડપાયેલ ભાવેશ વિરુદ્ધ શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન તેમજ ભરતનગર પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન અંગે કુલ 16 ગુનાઓ દાખલ થયેલા છે.
Read Original Article →