ઘોઘારોડ ગૌશાળા નજીક જાહેરમાં જુગાર રમતા 4 શખસ ઝડપાયા:જુગારના પાના તથા રોકડા 10,250 જપ્ત, ફરિયાદ નોંધાઈ

Gujarat5/28/2026, 5:15:45 AM
ઘોઘારોડ ગૌશાળા નજીક જાહેરમાં જુગાર રમતા 4 શખસ ઝડપાયા:જુગારના પાના તથા રોકડા 10,250 જપ્ત, ફરિયાદ નોંધાઈ
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે આવેલ ગૌશાળા શેરી નં-4માં રેઇડ કરી હતી. આ દરમિયાન જાહેર રોડ પર પૈસા અને પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખસને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તથા રૂ. 10,250ની રોકડ રકમ કબ્જે કરી ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમતા 4 શખસ ઝડપાયા અધિકારીઓ પાસેથી મળતી વિગતો મુજબ, ઘોઘારોડ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ગૌશાળા નજીક જુગાર રમાતો હોવાની સચોટ માહિતી મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો, જ્યાં ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ જુગારના પાના તથા રોકડા 10,250 જપ્ત, ફરિયાદ નોંધાઈ પોલીસે જુગારીઓ પાસેથી જુગાર રમવાનું સાહિત્ય અને પટમાંથી કુલ રૂ. 10,250ની રોકડા રકમ જપ્ત કરી છે. ઘોઘારોડ પોલીસે આ ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે અને આ મામલે આગળની વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →