વડવા તલાવડીમાં જાહેર જુગાર રમતા 4 શખસો ઝડપાયા:પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડા 10,110 કબ્જે કર્યાં
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે વડવા તલાવડી વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ જુગાર સાહિત્ય તેમજ રોકડ રકમ કબ્જે કરી ચારેય શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. નિલમબાગ પોલીસે ચારેય જુગારીઓની ધરપકડ કરી
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે વડવા તલાવડી વિસ્તારમાં ગીધાની વાડી પાસે ખુલ્લી જગ્યામાં રેડ કરી પૈસા પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જેમાં ભરત જાનીભાઈ સોલંકી ઉં.વ 45 રહે.ચાવડીગેટ, સોહિલ યુસુબભાઈ સીદ્દી ઉં.વ 29 રહે.વડવા તલાવડી, રમેશ કાળુભાઈ ચુડાસમા ઉં.વ 35 રહે.ચાવડીગેટ, વિપુલ લક્ષ્મણભાઈ ટીહલા ઉં.વ 30 રહે વડવા તલાવડી વાળાઓને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 10,110 સાથે ઝડપી લઇ નિલમબાગ પોલીસે ચારેય જુગારીઓ સામે જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →