ઘોઘારોડ પર ધમધમતા જુગારધામમાં LCBનો દરોડો:શીતળામાતા મંદિર સામે જાહેરમાં જુગાર રમતા 6 શખસોને પોલીસે દબોચ્યા, ગંજીપતા અને 24,260ની રોકડ રકમ કબ્જે કરી
ભાવનગર એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે શહેરના ઘોઘારોડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં જુગાર રમતા 6 શખસો રંગેહાથ ઝડપાયા
ભાવનગર એલ.સી.બી. પોલીસનો સ્ટાફ સિટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ પર આવેલા શીતળામાતા મંદિર સામે, ચાઈનાનગર વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં લાઈટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત રેઇડ કરી જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારીઓના નામ
પોલીસ તપાસમાં પકડાયેલા શખસોની ઓળખ નીચે મુજબ થઈ છે: મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજીપતા અને 24,260ની રોકડ રકમ કબ્જે કરી છે. ઝડપાયેલા તમામ જુગારીઓ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →