અમીપરામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો:રેલવે સ્ટેશન રોડ પરથી જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, ₹21,290ની રોકડ જપ્ત

Gujarat4/6/2026, 11:59:03 AM
અમીપરામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો:રેલવે સ્ટેશન રોડ પરથી જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા, ₹21,290ની રોકડ જપ્ત
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેલવે સ્ટેશન રોડ પર આવેલા અમીપરા વિસ્તારમાં દરોડો પાડી, જાહેર જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યો નિલમબાગ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે અમીપરા વિસ્તારમાં રામ સાયકલ સામેની ગલીમાં કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત સ્થળ પર રેડ કરતા, ગોળ કુંડાળું વળી હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોના નામ પોલીસે સ્થળ પરથી નીચે મુજબના વ્યક્તિઓની ધરપકડ કરી છે.
Read Original Article →