પૂર્વ મેયર ભરત બારડ અને સંગઠન વચ્ચે વિવાદની ચર્ચા:પૂર્વ મેયરને કાર્યાલયમાં અટકાવ્યાની ચર્ચા, ભરતભાઈએ કહ્યું- "હું શિસ્તબદ્ધ કાર્યકર છું"​"માત્ર ચા પીને બહાર આવ્યો છું"

Gujarat4/10/2026, 9:21:20 AM
પૂર્વ મેયર ભરત બારડ અને સંગઠન વચ્ચે વિવાદની ચર્ચા:પૂર્વ મેયરને કાર્યાલયમાં અટકાવ્યાની ચર્ચા, ભરતભાઈએ કહ્યું- "હું શિસ્તબદ્ધ કાર્યકર છું"​"માત્ર ચા પીને બહાર આવ્યો છું"
કાર્યાલયમાંથી બહાર કાઢ્યાની વાત પર પૂર્વ મેયર ભરત બારડની સ્પષ્ટતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાવનગર ભાજપમાં ટિકિટ વિતરણને લઈને આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે, ભાવનગરના પૂર્વ મેયર અને વરિષ્ઠ આગેવાન ભરતભાઈ બારડને કાર્યાલયમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હોવાની અને તેમની અવગણના થઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ભરતભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ બંનેએ આ વિવાદને નકારી કાઢી હતી, આ અંગે ​ભરતભાઈ બારડએ "હું શિસ્તબદ્ધ કાર્યકર છું"તેમની કોઈ અવગણના થઈ રહી નથી. તેમણે કહ્યું કે, ​તેઓ પક્ષના વરિષ્ઠ અને ઈમાનદાર કાર્યકર છે અને પક્ષ તેમના માટે શિરોમાન્ય છે. ​કાર્યાલયમાં બાવડું પકડીને બહાર કાઢવાની વાતને તેમણે અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેઓ માત્ર ચા પીને બહાર આવ્યા છે, ​ટિકિટ મેળવવાની ઈચ્છા અંગે તેમણે સ્વીકાર્યું કે તેઓ દાવેદાર હોઈ શકે, પરંતુ અંતિમ નિર્ણય પક્ષનો રહેશે, ​ભૂતકાળના વિવાદાસ્પદ મેસેજ કે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે પૂછતા તેમણે મૌન સેવ્યું હતું અથવા તેને ટાળી દીધું હતું, ​શહેર પ્રમુખની સ્પષ્ટતા "કોઈ નારાજગી નથી", ​બીજી તરફ, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈએ જણાવ્યું હતું કે, ​ભરતભાઈ પૂર્વ મેયર અને સિનિયર આગેવાન છે, તેમને અટકાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી, પ્રમુખે ખુલાસો કર્યો કે પાર્લામેન્ટરી બોર્ડના નિયમ મુજબ 63 વર્ષની વય મર્યાદાને કારણે તેમને ટિકિટ આપવામાં મુશ્કેલી પડી શકે છે, છતાં પક્ષે તેમને 'અપવાદ' ગણીને ટિકિટ આપવા માટે ભલામણ કરી છે, તેમણે સ્પષ્ટ કર્યું કે પરિપત્ર મુજબ માત્ર અપેક્ષિત હોદ્દેદારોને જ બોલાવવામાં આવે છે અત્યારે એડમિનિસ્ટ્રેશન હોવાથી ભાવનગર સહિત અન્ય પાંચ મહાનગરોના પૂર્વ મેયરોને પણ બોલાવવામાં આવ્યા નથી, ​ભાજપ દ્વારા હજી સુધી ભાવનગરના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. ઘોઘા સર્કલ, કુંભારવાડા અને નારી જેવા વોર્ડમાં ઉમેદવારોના નામ બાબતે ‘કોકડું ગૂંચવાયું’ હોવાની ચર્ચા છે જોકે, સંગઠનના નેતાઓનો દાવો છે કે કાર્યકર્તાઓમાં કોઈ અસંતોષ નથી અને દરેક કાર્યકર પક્ષના વિજય માટે કામે લાગી જશે...
Read Original Article →