ભાવનગરમાં ભૂમાફિયાનો આતંક:ખેડૂતોની જમીન પચાવી પાડતા 'બબૂચકો'ની 'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ, 5 જેટલા ખેડૂતો SPને રજૂઆત દોડી આવ્યા

Gujarat4/7/2026, 11:57:20 AM
ભાવનગરમાં ભૂમાફિયાનો આતંક:ખેડૂતોની જમીન પચાવી પાડતા 'બબૂચકો'ની 'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ, 5 જેટલા ખેડૂતો SPને રજૂઆત દોડી આવ્યા
જિલ્લાના સિહોર, ઉમરાળા અને જેસર પંથકમાં માથાભારે તત્વો દ્વારા ખેડૂતોને પરેશાન કરવાના અને જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધતા, પીડિત ખેડૂતો અને સામાજિક આગેવાનોએ ભાવનગર એસ.પી.ને રૂબરૂ મળી કડક કાર્યવાહીની માંગ કરી છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્તરે પોલીસની મિલીભગતને કારણે આ 'બબૂચકો' બેફામ બન્યા છે. "જમીન વેચી દે નહીંતર ખેતી કરવા નહીં દઉં", ​ભાવનગર જિલ્લામાં જમીન પચાવી પાડવાના અને ખેડૂતોને ડરાવી-ધમકાવી તેમની કિંમતી મિલકત હડપ કરી લેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવો જ એક ગંભીર મામલો ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યો હતો, જ્યાં એક લાચાર ખેડૂતે પોતાની જમીન બચાવવા અને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે, શાન ઠેકાણે ન આવતા તત્વોએ ફરી ધમકીઓ આપવાનું શરૂ કરતા ખેડૂત પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પુત્રના મોત બાદ પણ પઠાણી ઉઘરાણીથી કંટાળી ખેડૂત પરિવાર SPના શરણે ​ભાવનગર જિલ્લામાં લાયસન્સ વગર ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા તત્વોનો આતંક સીમા વટાવી રહ્યો છે ઉમરાળા તાલુકાના લિખાળા ગામના એક વૃદ્ધ ખેડૂતે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી ભાવનગર એસ.પી.ને ન્યાયની ગુહાર લગાવી છે મકાન અને જમીન વેચીને મુદ્દલ ચૂકવી દીધી હોવા છતાં, પુત્રના અવસાન બાદ પણ વ્યાજખોર દ્વારા આપવામાં આવતી ધાક-ધમકીઓને કારણે ખેડૂત પરિવારે હવે પોલીસ રક્ષણની માંગ કરી છે, પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે દાદાગીરી કરે છે જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામના એક ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે પોતાની જ માલિકીની જમીનમાં ખેતીકામ કરવા જતાં અટકાવી, જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ કંટાળીને ખેડૂતે ભાવનગર પોલીસ અધિક્ષક સમક્ષ ન્યાયની માંગ સાથે લેખિત રજૂઆત કરી છે પાડોશી જમીન માલિક દ્વારા રસ્તા બાબતે અવારનવાર કરાતી દાદાગીરી અને જમીન સસ્તામાં વેચી દેવા માટે અપાતા દબાણને કારણે ખેડૂત પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે, મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી સિહોરના મોટા સુરકા ગામના એક આસામી દ્વારા પોતાની માલિકીની રૂ.24 લાખની મશીનરી વેચ્યા બાદ, તે મશીનોનો કબજો સોંપતી વખતે સ્થાનિક શખ્સોએ દાદાગીરી કરી કામ અટકાવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે પીડિત દ્વારા ભાવનગર એસ.પી. ને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે, ​​ ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી પા ગામમાં 29 વીઘા જમીન ધરાવતા ખેડૂતને પોતાના જ ખેતરમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે, આ મામલે વિક્રમદેવસિંહ રણુભા સરવૈયા અને મુનો રણુભા સરવૈયા નામના શખ્સો સામે આક્ષેપ છે કે તેઓ ખેડૂતને પાક લેવા દેતા નથી અને જમીન પચાવી પાડવા ધાક-ધમકી આપી રહ્યા છે, ​મોટા સુરકાના ખેડૂત જયેશભાઈ દામજીભાઈ જસાણીએ રજૂઆત કરી છે કે, કછોટિયા ગામમાં આવેલી તેમની સાડા સાત વીઘા જમીનમાં પડોશી ખેડૂત ધીરસંગભાઈ પરમાર ગેરકાયદેસર રસ્તો વાપરી રહ્યા છે, જયેશભાઈએ જણાવ્યું કે, "જ્યારે મેં તેને અટકાવ્યો ત્યારે તેણે ફોન પર નશાની હાલતમાં હોવાની અને 'તારે જે કરવું હોય તે કરી લેજે' તેવી ધમકી આપી હતી" હાલમાં તેમના ખેતમજૂરોને પણ ડરાવવામાં આવી રહ્યા છે, ​'ટાંટિયાતોડ સર્વિસ'ની માંગ આ અંગે ખેડૂત આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, ​એસ.પી. સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે, ખેડૂતોને હેરાન કરતા આવા 'બબૂચકો' સામે પોલીસ "ટાંટિયાતોડ સર્વિસ" જેવી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે ગામડાઓમાં માથાભારે તત્વો વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, અને જો કોઈ જાય તો સ્થાનિક પોલીસ તેમની મદદ કરતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે, ​"ખેડૂતોને પરેશાન કરતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. અમે એસ.પી.ને આવા ઈસમોને તેમના ઠેકાણે પાડવા વિનંતી કરી છે, ​એસ.પી. દ્વારા આ તમામ અરજીઓ સ્વીકારીને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે
Read Original Article →