દંપત્તિ પર ભત્રીજા સહિત ચાર લોકોનો તલવાર-છરી વડે હુમલો:મકાન વેચી બીજે રહેવા જતા રહેવા દબાણ કરતો, દિવાનપરા રોડ પર રહેતાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા

Gujarat4/11/2026, 3:18:29 PM
દંપત્તિ પર ભત્રીજા સહિત ચાર લોકોનો તલવાર-છરી વડે હુમલો:મકાન વેચી બીજે રહેવા જતા રહેવા દબાણ કરતો, દિવાનપરા રોડ પર રહેતાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા
ભાવનગર શહેરના દિવાનપરા રોડ વિસ્તારમાં પારિવારિક મિલકતના વિવાદને પગલે દંપતી પર ભત્રીજા સહિત ચાર લોકોએ ઘરમાં ઘુસી તલવાર, પાઇપ અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તલવાર પાઇપ છરી લઈને દંપતી પર હુમલો કર્યો મળતી વિગતો અનુસાર, દિવાનપરા રોડ પર આવેલ પાંજરીગરના ચોકમાં રહેતા અસલમ નસરુલ્લાહ શેખ ઉંમર વર્ષ 57એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેની પત્ની ઝરીના અને પરિવાર અને તેના ભાઈઓના અન્ય લોકો એક જ બિલ્ડિંગમાં રહેતા હોય જેમાં અસલમના ભાઈનો પુત્ર મહમદ હુસૈન ઈકબાલ હુસૈન શેખ ફરિયાદીને તેનું મકાન વેચી અન્યત્ર રહેવા જતા રહેવા દબાણ કરતો હતો. ચારેય મહિલાઓએ અસલમની પત્ની પણ હુમલો કર્યો પરંતુ ફરિયાદી અસલમ તેને મકાન વેંચતા ન હોય જેને લઈ ગત રાત્રિના સમયે ફરિયાદી અસલમ તથા તેની પત્ની ઝરીના ઘરમાં સુતા હોય એ દરમિયાન અસલમનો ભત્રીજો મહંમદ હુસેન ઈકબાલ હુસેન શેખ, રૂબીના રમીઝભાઈ પઠાણ, જસ્મીન મુસ્તામકિમભાઈ શેખ, સબીયા અલ્ફાજભાઈ દસાડીયા હાથમાં તલવાર પાઇપ છરી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને મહંમદહુસૈનએ તેના કાકા અસલમ પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે ચારેય મહિલાઓએ અસલમની પત્ની ઝરીના પર પાઇપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ દરમિયાન અસલમભાઈનો પુત્ર પહોંચી જતા ચારેય વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્તે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જ્યારે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સારવાર બાદ અસલમએ મહમદહુસેન ઇકબાલહુસેન શેખ, રુબિનાબને રમીઝભાઈ પઠાણ, જસ્મીનબેન મુસ્તમકીમભાઈ શેખ, સબીયાબેન અલ્ફાઝભાઈ દસાડિયા રહે તમામ ભાવનગરનાઓ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં BNS કલમ 118(1), 115(2), 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →