ગેરકાયદેસર દબાણો દૂર કરાયા:શહેરના રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ તથા હલુરિયા સહિતના રોડ પર ના દબાણો હટાવ્યા

Gujarat5/20/2026, 10:12:29 AM
ગેરકાયદેસર દબાણો દૂર કરાયા:શહેરના રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ તથા હલુરિયા સહિતના રોડ પર ના દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા આજરોજ શહેરના ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક તથા હલુરીયા સહિતના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, અને રોડ પર વાહન પારકો કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં થોડા દિવસ પહેલા સીટી બસ સેવાના રૂટ પર બાધારૂપ દબાણો કરવામાં આવ્યા હતા જે આજે દૂર કરી મોટી માત્રામાં સામાન કબ્જે કરવામાં આવ્યો હતો, આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ ની ટીમ દ્વારા શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તાર તથા રૂપમ ચોક માંથી આજરોજ સીટી બસ સેવાના રૂટ પર બાધા રૂપ દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો મોટી માત્રામાં સામાન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારો ઉપરાંત ગંગાજળિયા તળાવમાં પણ કોઈ પણ પ્રકારના અસ્થાયી દબાણો ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, આજરોજ સ્થાનકી પોલીસ, સીટી ટ્રાફિક પોલીસ તથા દબાણ હટાવ સેલ ની ટીમ દ્વારા રૂપમ ચોક, ગંગાજળિયા તળાવથી શરૂ કરીને હાઇકોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીટી બસના રૂટ પર કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય અને બસ સેવા પ્રભાવિત ન થાય તે માટે દબાણ કરતા અને અગાઉ પણ મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. આમ છતાં આ સૂચનાઓને અવગણીને ફ્રુટની લારી ધારકો પથ્થરણા ધારકો તથા અન્ય પરચુરણ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા આસામીઓ દ્વારા રોડ પર દબાણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →