નજીવી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ:દેવીપૂજકવાસમાં લોખંડના પાઈપ અને ઢીકાપાટુથી હુમલો, 3 મહિલા સહિત 11 સામે ગુનો દાખલ

Gujarat5/24/2026, 3:25:12 PM
નજીવી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ:દેવીપૂજકવાસમાં લોખંડના પાઈપ અને ઢીકાપાટુથી હુમલો, 3 મહિલા સહિત 11 સામે ગુનો દાખલ
ભાવનગર શહેરના રૂવાપરી રોડ દેવીપૂજકવાસમાં ગત રાત્રીના અપશબ્દો બોલાવા જેવી નજીવી બાબતમાં બે પરિવાર વચ્ચે ઢીકાપાટુનો માર તેમજ લોખંડના પાઈપ વડે સશસ્ત્ર અથડામણ સર્જાવા પામી હતી. મારા મારી સર્જાયા બાદ મામલો પોલીસ મથક પહોંચતા ઘોઘારોડ પોલીસે સમગ્ર મામલે ત્રણ મહિલા સહિત 11 સામે ફરિયાદ નોંધાવા પામી હતી. ઘર સામે જોવા બાબતે અપશબ્દો બોલતા મારામારીનો માહોલ સર્જાયો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહત દેવીપુજક્વાસમાં રહેતા અનિતાબેન દિપકભાઈ પરમારે ઘોઘારોડ પોલીસ મથકમાં આજ વિસ્તારના ધના શંભુભાઈ વાઘેલા, અનુ શંભુભાઈ વાઘેલા, રોહિત મેઘાભાઈ વાઘેલા, મંગુબેન ધનાભાઈ વાઘેલા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના તેઓને ઘર સામે જોવા બાબતે અપશબ્દો આપતા તેના માતા-પિતા સાથે ઠપકો આપવા જતા ઉક્ત તમામે એક સંપ કરી પાઈપ અને ઢીંકાપાટુ વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરીયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે તમામ સામે BNS એક્ટ 118(1), 115(2), 352, 351(3), તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઢીકાપાટુ અને પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્યારે સામા પક્ષે ભાવનગર શહેરના રૂવાપરી રોડ, મહાકાળી વસાહત, દેવીપુજકવાસમાં રહેતા અનુભાઈ શંભુભાઈ વાઘેલાએ ઘોઘારોડ પોલીસ મથકમાં આજ વિસ્તારના અનીતાબેન દિપકભાઈ પરમાર, કાળુ સોમાભાઈ વાઘેલા, દયાબેન કાળુભાઈ વાઘેલા, નાજુ સોમાભાઈ વાઘેલા, હસુ સોમાભાઈ વાઘેલા, સોમા જોરાભાઈ વાઘેલા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ અને તેનો પરિવાર ગત રાત્રીના બેઠા હતા ત્યારે તમામે વારાફરતી આવી કેમ મારી દિકરીને અપશબ્દો આપો છો તેમ કહી ઢીકાપાટુ અને પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરીયાદના અનુસંધાને ઘોઘારોડ પોલીસે તમામ સામે 118(1), 115(2), 352, 351(3), 54, તેમજ જીપી એક્ટ 135, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →