મોદી સરકારના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી:ભાવનગરમાં વિકાસ અને સેવાના અનેકવિધ પ્રકલ્પોનો શુભારંભ થશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ શાસન અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ થયેલા વિકાસલક્ષી કાર્યોની ઉજવણી ભાવનગર ખાતે આગામી એક મહિના દરમિયાન વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે કરવામાં આવશે. આ અંગેની સમીક્ષા બેઠક ભાવનગર કોર્પોરેશન ખાતે યોજાઈ હતી, જેમાં મેયર, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે કૃષિ મંત્રી અને પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જનકલ્યાણ શિબિરો અને જાગૃતિ અભિયાનમાં વિવિધ ઝોન સેન્ટરો પર રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે, ભાવનગરમાં થયેલા વિકાસકામોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં આમ જનતા અને NGO ને પણ જોડાશે, છેલ્લા 12 વર્ષમાં ભારતની પ્રગતિ અને વિકાસયાત્રાને દર્શાવતું વિશેષ સંમેલન યોજાશે, 21 મી જૂનના રોજ ભાવનગરના ઐતિહાસિક અને વિવિધ સ્થળોએ વિશિષ્ટ રીતે યોગ દિવસની ઉજવણી થશે, સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે શહેરના સ્લમ વિસ્તારો સહિત વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે, આ માટે શાળા-કોલેજો અને NGO ને જોડીને જનઆંદોલન ઊભું કરવાનો લક્ષ્યાંક છે, વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં રાજ્યવ્યાપી 6 કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક અંતર્ગત ભાવનગરમાં પણ સદભાવના ટ્રસ્ટના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણ થશે, 100 એકરથી વધુ જમીન પર 'નમો વડ' અને 'મિયાવાકી' પદ્ધતિથી વન કવચ બનાવવાનું આયોજન છે, જેની 10 વર્ષ સુધી જાળવણીની જવાબદારી સદભાવના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે, રસ્તા પર રખડતા નંદીઓની સેવા અને જાળવણી માટે રાજ્ય સરકાર અને સદભાવના ટ્રસ્ટ દ્વારા ભાવનગર અને રાજકોટમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 'નંદી શાળા' શરૂ કરવામાં આવશે, આ અંતર્ગત અંદાજે 25 હજાર નંદીઓને આશ્રય અને સેવા પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ વિશિષ્ટ ઉજવણી કરવાને બદલે જનકલ્યાણ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું.
Read Original Article →