સાયબર ફ્રોડનું નેટવર્ક નો ભેદ ઉકેલ્યો:બે વર્ષમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો કરનાર સુમિતને પોલીસે ઝડપી લીધો
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસને મળેલી બાતમીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો હતો જેમાં શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા સુમિત નરેશભાઈ પરમાર નામના શખ્સે પોતાના ડીસીબી (DCB) બેંકના ખાતાનો ઉપયોગ કરી દેશભરમાં થયેલા સાયબર ગુનાઓની કરોડોની રકમની હેરફેર કરી હોવાનું સામે આવ્યું છે, તપાસ દરમિયાન વર્ષ 2025 અને 2026 દરમિયાન આ ખાતામાં આશરે રૂ. 16.83 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા, આ રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, આથી પોલીસે ગુન્હો નોંધી સુમિત ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, ડીસીબી (DCB) બેંકના એક ખાતામાં એકાઉન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થઈ રહ્યા છે, તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ખાતું સુમિત નરેશભાઈ પરમાર રહે.મહાવીરનગર, ભાવનગર ના નામે છે આરોપીના બેંક ખાતાની તપાસ કરતા વર્ષ 2025માં કુલ રૂ. 9,18,60,853 અને વર્ષ 2026માં રૂ. 7,64,78,287 મળી કુલ રૂ. 16,83,39,140 ના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે, સમન્વય પોર્ટલ પર તપાસ કરતા આ ખાતામાં દેશભરની સાયબર ફ્રોડની કુલ 5 અરજીઓ સાથે સંકળાયેલા રૂ.1,83,382 જમા થયા હોવાનું અને ત્યારબાદ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાનું જણાયું હતું. આરોપી સુમિત પરમારે પોતાના આર્થિક ફાયદા માટે સાયબર ફ્રોડની રકમ પોતાના ખાતામાં જમા કરાવી, તે નાણાં IBFT, RTGS, IMPS અને UPI જેવા માધ્યમો દ્વારા અન્યત્ર ટ્રાન્સફર કરી દેતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 317(2), 317(4) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો જે આધારે પોલીસે સુમિત ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →