ભાવનગરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા:પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટ દૂર સીટી બસ પર પથ્થરમારો, રીક્ષા ડ્રાઇવર અને સીટી ડ્રાઇવર વચ્ચે મારામારીના સીસીટીવી વાઇરલ
ભાવનગર શહેરના ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે સીટી બસ અને રીક્ષા ચાલક વચ્ચે સામાન્ય બાબતે બોલા ચાલી થતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે જ્યારે રીક્ષા ચાલકે બ્લોક વડે સીટી બસના કાચ ફોડ્યા હતા, આ ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટના અંતર પર બની હતી, જેના કારણે બસના કાચ ફૂટી ગયા હતા અને મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી, રીક્ષા ડ્રાઇવર અને સીટી ડ્રાઇવર વચ્ચે મારામારીના સીસીટીવી વાઇરલ સામે આવ્યા છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા ગેઈટ પાસે રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા માટે સીટી બસના ડ્રાઇવરે રિક્ષા ચાલકને કીધું હતું, આ સામાન્ય બાબત પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. મામલો એટલો બિચક્યો કે રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને બસ પર ઈંટડા અને બ્લોક ફેંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલાને કારણે બસના કાચ ધડાધડ તૂટી પડ્યા હતા, જેના લીધે બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,
સીટી બસના ડ્રાઇવરે આક્ષેપ કર્યો છે કે, રિક્ષા ચાલકે તેના પર છરી વડે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પોતાનો જીવ બચાવવા માટે સીટી બસના ડ્રાઇવરે પણ રિક્ષા ચાલક પર બ્લોક વડે વળતો પ્રહાર કર્યો હોવાનું સામે આવ્યું છે, આ સમગ્ર ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટ દૂર મુખ્ય રોડ પર બન્યો હતો. પોલીસની આટલી નજીક આવી ઘટના બનતા સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને ભાવનગરમાં જાહેર સુરક્ષાની સ્થિતિ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ડેપો મેનેજર પ્રવીણ આહીરએ જણાવ્યું હતું કે, ઘોઘા ગેઈટ ચોક પાસે રીક્ષા સાઇટ માં લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને સિટી બસ ના કુલદીપસિંહ ડ્રાઈવર છે ત્યાંથી એના ટાઈમે અહીથી તળાવમાંથી નીકળ્યા રૂટમાં જવા, તો આગળ રૂપમ ચોક જે છે, રૂપમ ચોક ઉપર કોઈ રિક્ષાવાળા હતા, રિક્ષાવાળાએ ગાડી કંઈક આડી મૂકી છે અથવા એને કાંઈ ટ્રાફિકમાં અડચણ થઈ છે એટલે ડ્રાઈવરે એમને કીધું કે, "ભાઈ ગાડી તમારી રિક્ષા એક સાઈડ લ્યો તો મારી ગાડી આગળ નીકળી જાય." એમાં એ લોકોએ કાંઈક ગેરવર્તન કરવાથી, એકાબીજી થોડીક મગજમારી થઈ એમાં બસના કાચ તોડ્યા છે રિક્ષાવાળાએ. અને ડ્રાઈવર નીચે ઉતર્યા અને કીધું કે, "ભાઈ શું લેવા આવું કર્યું?" તો એને છરી કાઢીને જીવલેણ હુમલો કર્યો છે. એટલે ડ્રાઈવરને અત્યારે સારવાર આપી છે, સારવાર આપીને અત્યારે જે કાંઈ FIR ની પ્રોસેસ થાય છે એમના માટે પોલીસ સ્ટેશને અત્યારે FIR ચાલુ છે. પોલીસ પ્રશાસન પણ સપોર્ટમાં છે, ઓથોરિટી કોર્પોરેશન પણ, અને SP અને કમિશનર પણ સૂચના કડક આપેલી છે કે હવે ફરીને આ પ્રશ્ન ન ઊભા થાય અને પબ્લિકના પ્રશ્નો સોલ્વ થઈ જાય, ડ્રાઈવરોના પ્રશ્ન સોલ્વ થઈ જાય એમના માટે પૂરી મહેનતથી ડ્રાઈવરોને સહકાર આપ્યો છે. અને ડ્રાઈવરો અત્યારે ઓન-રૂટ થઈ ગયા છે ગાડીઓ લઈને…
Read Original Article →