કરચલિયાપરામાં જુગાર રમતા 6 ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડતા 5 ફરાર, 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/24/2026, 5:28:24 AM
કરચલિયાપરામાં જુગાર રમતા 6 ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડતા 5 ફરાર, 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મકાન બહાર જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે જ્યારે તે સ્થળે દરોડો પાડ્યો, ત્યારે ત્યાં મોટા પાયે તીનપત્તીનો હાર-જીતનો જુગાર ચાલી રહ્યો હતો. જુગાર રમતા 6 શખસો ઝડપાયા પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા 6 શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ઇશ્વર ચુડાસમા, નૌશાદ શેખ (ઉ.વ.34), કાનજી ઉર્ફે ગટીયો મેર (ઉ.વ.25), ભાવેશ ઉર્ફે કાળો મકવાણા (ઉ.વ.32), મનોજ ઉર્ફે ભીમો સુરેશભાઇ મકવાણા (ઉ.વ.34) અને પંકજ લખમણભાઇ ગૌસ્વામી (ઉ.વ.44) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ભાવનગરના જ રહેવાસી છે. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂ.52,710, બે મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય તેમજ પાથરણાં મળી કુલ રૂ. 58210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંધારાનો લાભ લઈ પાંચ જુગારી ફરાર બીજી તરફ, પોલીસની રેઇડ દરમિયાન અંધારાનો લાભ લઈને 5 શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ફરાર થઈ ગયેલા આરોપીઓમાં પ્રકાશ ઉર્ફે પકાદાદા રમણીકભાઇ ચુડાસમા, ગોપાલ ઉર્ફે કુકડી દિલીપભાઇ બારૈયા, રોહિત ઉર્ફે પેટ્રોલ ચુડાસમા, રોહિત ઉર્ફે ભંભો રાજુભાઇ બારૈયા અને કિરણ દાસનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા અને ફરાર થયેલા તમામ 11 શખ્સો વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે. હાલ ઝડપાયેલા 6 આરોપીઓને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય પાંચ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →