ખેડૂતવાસ વિસ્તારમાં જુગાર રમતા 9 શકુનીઓ ઝડપાયા:શંકરના મંદિરની પાછળ જુગાર અડ્ડો ચાલતો હતો, 16 હજારનો મુદામાલ જપ્ત

Gujarat5/15/2026, 8:30:48 AM
ખેડૂતવાસ વિસ્તારમાં જુગાર રમતા 9 શકુનીઓ ઝડપાયા:શંકરના મંદિરની પાછળ જુગાર અડ્ડો ચાલતો હતો, 16 હજારનો મુદામાલ જપ્ત
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના ખેડૂતવાસ રૂવાપરી રોડ પર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 9 શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. LCBએ સ્થળ પરથી ગંજીપત્તા અને રોકડા રૂ. 16,130નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પકડાયેલા તમામ શખશો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંદિરની પાછળ જુગાર રમતા 9 શખસો રંગેહાથ ઝડપાઈ ગયા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ખેડૂતવાસ રૂવાપરી રોડ, ઉલ્લાસચોકની સામે આવેલ શંકરના મંદિરની પાછળ જાહેર જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે રાત્રિના સમયે દરોડો પાડતા, સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને પૈસા અને પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા 9 જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 16 હજારના મુદ્દામાલ સાથે આ લોકો દબોચાયા પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ કમલેશ રાજુભાઇ રાઠોડ, મયુર અરવિંદભાઈ રાઠોડ, અજય મનસુખભાઇ ચૌહાણ, રવિ બહાદૂરભાઈ વાઘેલા, કપિલ રાજુભાઇ રાઠોડ, જીગર મુકેશભાઈ રાઠોડ, મનિષ રમેશભાઈ રાઠોડ, સંજય જયંતિભાઈ રાઠોડ અને રવિ ઉર્ફે બડે રમેશભાઈ પરમાર તરીકે થઈ છે, જે તમામ ભાવનગરના રહેવાસી છે. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપત્તાના પાના, એક પ્લાસ્ટિકની થેલી અને રોકડા રૂ. 16,130નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગુનો નોંધાયો ઝડપાયેલા તમામ આરોપીઓ અને મુદ્દામાલને ઘોઘારોડ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે, જ્યાં તમામ વિરૂદ્ધ જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →