ભાવનગર ક્રાઇમ બ્રાન્ચનો કુંભારવાડામાં સપાટો:ખખડધજ જાજરૂની ઓરડીમાંથી વિદેશી દારૂ સાથે હારુન કટીયા ઝડપાયો, 22,800નો મુદ્દામાલ જપ્ત

Gujarat6/7/2026, 2:22:26 PM
ભાવનગર ક્રાઇમ બ્રાન્ચનો કુંભારવાડામાં સપાટો:ખખડધજ જાજરૂની ઓરડીમાંથી વિદેશી દારૂ સાથે હારુન કટીયા ઝડપાયો, 22,800નો મુદ્દામાલ જપ્ત
ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે એક અનોખા કીમિયાનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન પાસે રેડ પાડી હતી. જ્યાં એક શખ્સે પોતાના ઘરની બાજુમાં આવેલી બંધ અને ખખડધજ જાજરૂ (શૌચાલય) ની ઓરડીને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હતું. પોલીસે આ ઓરડીમાંથી વિદેશી દારૂના 285 નંગ ચપટા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળી હતી ચોક્કસ બાતમી આ સફળ કામગીરી અંગે લોકલ ક્રાઈમ બ્રાંચની કચેરીએથી મળતી સત્તાવાર વિગતો મુજબ, એલસીબીનો સ્ટાફ ભાવનગર સીટી વિસ્તારમાં પ્રોહિબિશન સબંધી પેટ્રોલિંગમાં હતો. તે વેળાએ સ્ટાફના માણસોને ખાનગી બાતમીદારો પાસેથી એક ચોક્કસ બાતમી મળી હતી કે, કુંભારવાડા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં રહેતો હારુન અવેશભાઈ કટીયા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. પોલીસને ચકમો આપવા જૂના શૌચાલયનો ઉપયોગ કર્યો બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં હારુનના રહેણાંક મકાન પર ઓચંતી રેડ પાડી હતી. પોલીસે ઘરની આસપાસ તપાસ કરતા તેના મકાનની બરાબર બાજુમાં આવેલી બંધ હાલતની અને જૂની પડી ગયેલી ખખડધજ જાજરૂની ઓરડી શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે આ પડતર ઓરડીનો દરવાજો ખોલીને અંદર ઝીણવટભરી તપાસ હાથ ધરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીએ કાયદાના સિંકજાથી બચવા માટે આ અવાવરું જગ્યાનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કર્યો હતો. પોલીસે ખખડધજ ઓરડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 180 એમએલની કુલ 285 બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 22,800 આંકવામાં આવી છે. એલસીબીએ દારૂના આ જથ્થા સાથે આરોપી હારુન અવેશભાઈ કટીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપી વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાનૂની તપાસ અને કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →