મહિલાને શરીર સંબંધ બાંધવા શખસે દબાણ કર્યું:સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી, ફોટા વાયરલ કરવાની શખસે ધમકી આપી હતી

Gujarat5/15/2026, 1:43:59 PM
મહિલાને શરીર સંબંધ બાંધવા શખસે દબાણ કર્યું:સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી, ફોટા વાયરલ કરવાની શખસે ધમકી આપી હતી
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કુંભણ ગામે રહેતા એક શખસે મહિલાને સોશિયલ મીડિયા પર હેરાન કરી ગંભીર ધમકીઓ આપતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. આ કેસમાં ભાવનગરની સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. શું હતો સમગ્ર બનાવ? પાલીતાણાના કુંભણ ગામે રહેતા અને મિસ્ત્રી કામ કરતા ધ્રુવ તલસાણીયા (ઉં.વ.25) નામના શખસે એક મહિલાને વોટ્સએપ પર મેસેજ કરીને તેની પાસે અભદ્ર ફોટાની માંગણી કરી હતી. આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તેના વીડિયો અશ્લીલ એપ પર અપલોડ કરી દેશે. આ ઉપરાંત, આરોપીએ મહિલાને ગાળો આપી શરીર સંબંધ બાંધવા માટે પણ દબાણ કર્યું હતું. પોલીસ કાર્યવાહી અને ધરપકડ પીડિત મહિલાએ આ અંગે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 10 એપ્રિલ,2026ના રોજ આરોપી ધ્રુવ તલસાણીયાની ધરપકડ કરી હતી. ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 75(2), 75(3), 78(2), 351(2), 351(4), આઈ.ટી. એક્ટ કલમ 66(સી)ની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. કોર્ટે જામીન કેમ નામંજૂર કર્યા? જેલ હવાલે કરાયેલા આરોપીએ જામીન પર મુક્ત થવા માટે તેના વકીલ મારફતે અરજી કરી હતી. આ કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો.સુનાવણી દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે સોગંદનામું રજૂ કર્યું હતું અને સરકારી પ્રોસીક્યુટર (PP) સી.એમ. પરમારે ધારદાર દલીલો કરી હતી. ગુનાની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
Read Original Article →