જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:સંકલન બેઠકમાં પેન્ડિંગ અરજીઓ, પેન્શન કેસો અને લોકપ્રશ્નોની કરાઈ વિસ્તૃત સમીક્ષા

Gujarat5/16/2026, 12:42:53 PM
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:સંકલન બેઠકમાં પેન્ડિંગ અરજીઓ, પેન્શન કેસો અને લોકપ્રશ્નોની કરાઈ વિસ્તૃત સમીક્ષા
જિલ્લા કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા લોકાભિમુખ પ્રશ્નો, વસુલાતની સમીક્ષા અને પેન્ડિંગ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે કલેક્ટરે અધિકારીઓને કડક સૂચના આપી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો તેમજ કલેકટરની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર ડી.એન.સતાણી, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Read Original Article →