રિબેટ મેળવવા કરદાતાઓનો ભારે ઉત્સાહ:ભાવેણાવાસીઓએ માત્ર 48 કલાકમાં 11,000 નાગરિકોએ ટેક્સ ભરી મનપાની તિજોરીમાં રૂ. 6.45 કરોડ ઠાલવ્યા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેના એપ્રિલ મહિનામાં રિબેટ યોજના ની શરૂઆત થાય છે જેમાં કરદાતાઓએ બે દિવસમાં ભારે ઉત્સાહ દાખવતા મનપાની આવકમાં વધારો થયો હતો અને બે દિવસમાં 6 કરોડથી વધુ ની આવક પ્રાપ્ત થઈ હતી, મનપા ના ઘરવેરા વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે એક જ દિવસની આવકમાં 4930 કરદાતાઓએ ઓનલાઈન અને ઓફલાઇન પોતાનો ઘરવેરો ભરપાઈ કર્યો હતો, જેનાથી મનપાને એક જ દિવસમાં 2.55 કરોડ રૂપિયાની આવક થઈ છે, અને નવા નાણાકીય વર્ષની શરૂઆતના બે દિવસમાં કુલ આવકનો આંકડો 6.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે,
ઓનલાઇન પેમેન્ટનો ક્રેઝ વધારે બે દિવસ દરમ્યાન કુલ 11,751 કરદાતાઓએ વેરો ભર્યો છે, જેમાંથી 8227 કરદાતાઓએ ઓનલાઇન થી કારવેરો ભરપાઈ કર્યો હતો જ્યારે 3524 કરદાતાઓએ ઓફલાઇન વેરો ભર્યો હતો,મનપા દ્વારા એપ્રિલ માસમાં વેરો ભરનાર નાગરિકો માટે દર વર્ષે રિબેટ જાહેર કરવામાં આવે છે જેમાં એપ્રિલ માસમાં ઘરવેરો અને સફાઈ વેરો ભરનાર તમામ કરદાતાઓને 10 ટકા રિબેટ તથા જો વેરો ઓનલાઇન અથવા ડિજિટલ પેમેન્ટ દ્વારા ભરવામાં આવે, તો વધારાનું 2 ટકા રિબેટ મળશે. આમ, કરદાતાઓ કુલ 12 ટકા સુધીની બચત કરી શકે છે, રજાના દિવસોમાં પણ બારીઓ ખુલ્લી રહેશે નાગરિકોની સુવિધા માટે ભાવનગર મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સમગ્ર એપ્રિલ માસ દરમિયાન શનિવાર, રવિવાર સહિતની તમામ જાહેર રજાઓમાં પણ વેરા સ્વીકારવા માટેની કેશ બારીઓ જુદા જુદા સ્થળોએ કાર્યરત રહેશે જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, પૂર્વ ઝોનલ કચેરી- તરસમિયા રોડ તથા પશ્ચિમ ઝોનલ કચેરી આખલોલ જકાતનાકા ખાતે કરદાતાઓ રજાના દિવસોમાં પણ વેરો ભરી શકશે. કરદાતાઓ મનપાની વેબસાઇટ www.bmcgujarat.com, મોબાઈલ એપ્લિકેશન અથવા કચેરી ખાતે POS મશીન દ્વારા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી પણ વેરો ભરી શકશે. મનપા તંત્ર દ્વારા વધુમાં વધુ નાગરિકોને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →