ભાવનગરના બુટલેગરને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો:દારૂની ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા શખસની પાસા હેઠળ ધરપકડ કરી હતી

Gujarat5/22/2026, 2:44:46 PM
ભાવનગરના બુટલેગરને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો:દારૂની ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયેલા શખસની પાસા હેઠળ ધરપકડ કરી હતી
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક બૂટલેગર વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચે પાસા (PASA) હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. બૂટલેગર પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો આ મંજૂરી મળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોરંટની બજવણી કરીને આરોપી અક્ષય કોશીયા (ઉંમર વર્ષ 26, હાલ રહે. સુરત, મૂળ જાળીયા-લીમડા, તા. ઉમરાળા) ની ધરપકડ કરી લીધી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ભુજ જેલ હવાલે કરી દીધો છે.
Read Original Article →