ભાવનગર મનપા ચૂંટણીમાં ભાજપના 15થી વધુના કોર્પોરેટરની ટીકીટ કપાઇ શકે:ભાજપના ગઢમાં 'નો રિપીટ થીયરી' ની ચર્ચા, જાણો કયા દિગ્ગજોના પત્તા કપાઈ શકે?, સાંજ સુધીમાં નામો જાહેર થવાની શકયતા

Gujarat4/9/2026, 6:40:50 AM
ભાવનગર મનપા ચૂંટણીમાં ભાજપના 15થી વધુના કોર્પોરેટરની ટીકીટ કપાઇ શકે:ભાજપના ગઢમાં 'નો રિપીટ થીયરી' ની ચર્ચા, જાણો કયા દિગ્ગજોના પત્તા કપાઈ શકે?, સાંજ સુધીમાં નામો જાહેર થવાની શકયતા
છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકા પર એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી માટે સજ્જ બની છે, જેમાં 13 વોર્ડની ૫૨ બેઠકો પૈકી હાલ 43 બેઠકો ભાજપ હસ્તક છે, ત્યારે આ વખતે સંગઠન નવા ચહેરાઓને તક આપશે કે જૂના જોગીઓ પર પસંદગી ઉતારશે તે ચર્ચાનો વિષય બન્યો છે, આજે સાંજ સુધીમાં નામોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જાણો દરેક વોર્ડનું સંભવિત ગણિત, ​વોર્ડ વાઈઝ રાજકીય સમીકરણો ​વોર્ડ નં.1 ચિત્રા-ફુલસર-નારી : પૂર્વ મેયર કિર્તીબેન દાણીધરીયાના સ્થાને પક્ષ નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે હિરાબેન કુકડીયા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તેમની કામગીરીના આધારે રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે, ​વોર્ડ નં.2 કુંભારવાડા : અહીં વર્ષાબેન ઉનાવા રિપીટ થઈ શકે છે, પરંતુ વિલાસબેન રાઠોડનું પત્તું કપાઈ શકે તેમ છે, અનામત બેઠકના કારણે નરેશભાઈ ચાવડા અને બાબુભાઈ મેરની ટિકિટ જોખમમાં હોવાનું જણાય છે, વોર્ડ નં.3 વડવા-બ: ઉષાબેન ગોહિલ અને લક્ષ્મણભાઈ રાઠોડને ફરી તક મળી શકે છે જોકે, સેજલબેન ગોહિલ અનામત અને વિવાદોમાં ઘેરાયેલા હોવાથી તથા અમરશીભાઈ ચુડાસમા ઉંમરના કારણે બાદબાકી પામી શકે છે, વોર્ડ નં.4 કરચલીયા પરા: નીતાબેન બારૈયા અને રતનબેન વેગડના સ્થાને નવા ચહેરા આવી શકે છે. ગોપાલભાઈ મકવાણા વિવાદમાં હોવાથી તેમનું સ્થાન જોખમમાં છે, જ્યારે ભરતભાઈ ચુડાસમા રિપીટ થઈ શકે છે, ​વોર્ડ નં.5 ઉત્તર કૃષ્ણ નગર - રૂવા : આ વોર્ડ હાલ કોંગ્રેસના કબજામાં હોવાથી ભાજપ અહીં આક્રમક રણનીતિ સાથે તદ્દન નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારી ગાબડું પાડવાની તૈયારીમાં છે પણ હજુ સુધી કોંગ્રેસમાં ગાબડું પાડી શકી નથી, અનેક ભાજપના દિગ્ગજો ત્યાંથી હારનો સામનો કરી ચુક્યા છે, કોંગ્રેસના ભરત બુધેલીયા સતત 7 વખતથી ત્યાં થી જીત હાંસલ કરી રહ્યા છે અને 8 વખત પણ દાવેદારી નોંધાવી છે, વોર્ડ નં.6 પીરછલ્લા : મનિષાબેન વાઘેલાની જગ્યાએ અનામતના કારણે નવો ચહેરો આવશે, શહેર પ્રમુખ હોવાથી કુણાલ કુમાર શાહ અને નિષ્ક્રિયતાના કારણે દિલીપભાઈ જોબનપુત્રાના સ્થાને નવા ઉમેદવારો આવી શકે છે યોગીતાબેન ત્રિવેદી રિપીટ થવા માટે રેસમાં છે, ​વોર્ડ નં. 7 તખ્તેશ્વર : પૂર્વ મેયર ભરતભાઈ બારડની ઉંમર જોતા પક્ષ નવો ચહેરો શોધી રહ્યો છે, ભાવેશભાઈ મોદી રિપીટ થઈ શકે છે, જ્યારે હીરાબેન વિંઝુડાની બેઠક પર અનામત સમીકરણો બદલાશે, વોર્ડ નં. 8 વડવા-અ : ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ ઉંમર ના કારણે નવો ચેહરો આવશે, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજેશભાઈ રાબડીયાનું સ્થાન લગભગ નિશ્ચિત મનાય છે, જોકે, બે ટર્મ પૂરી કરનાર ભારતીબેન બારૈયા અને રાજેશભાઈ પંડ્યાના સ્થાને નવા ચહેરા જોવા મળી શકે છે, ​વોર્ડ નં. 9 બોરતળાવ : અશોકભાઈ બારૈયાને રિપીટ કરવામાં આવી શકે છે, પરંતુ બાકીની ત્રણ બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ તોડવા ભાજપ નવા ચહેરા લાવશે. ​વોર્ડ નં.10 કાળીયાબીડ-સીદસર : વર્ષાબા પરમાર અને માંદગીના કારણે શારદાબેન મકવાણાના સ્થાને નવા ઉમેદવારો આવશે. ધીરુભાઈ ધામેલીયા રિપીટ થઈ શકે છે, પણ ત્રણ ટર્મ પૂરી કરનાર પરેશભાઈ પંડ્યાની બાદબાકી નિશ્ચિત મનાય છે, વોર્ડ નં.11 દક્ષિણ સરદારનગર : ભાવનાબેન ત્રિવેદીએ સામેથી ટિકિટ માંગી નથી, જ્યારે મીનાબેન મકવાણા નિષ્ક્રિય હોવાથી નવા ચહેરા આવશે. મહેશભાઈ વાજા ત્રણ ટર્મ ના કારણે કપાઈ શકે છે, કિશોરભાઈ ગુરુમુખાણી રિપીટ થવા માટે પ્રબળ દાવેદાર છે, વોર્ડ નં.12 ઉત્તર સરદાર નગર - તરસમીયા : ઉષાબેન બધેકા અને ભાવનાબેન સોનાણી રિપીટ થઈ શકે છે. જ્યારે બુધાભાઈ ગોહેલ અને યુવરાજસિંહ ગોહિલ વિવાદ અને ટર્મના કારણે કપાઈ શકે છે, વોર્ડ નં.13 ઘોઘા સર્કલ-અકવાડા : કુલદીપભાઈ પંડ્યા વિવાદ ના કારણે કપાઈ શકે છે, લીલાબેન ગોહેલ, મૃદુલાબેન પરમાર અને પંકજસિંહ ગોહિલના સ્થાને પક્ષ નવા ચહેરાઓને તક આપે તેવી શક્યતા છે.
Read Original Article →