પૂર્વ મેયરને ભાવનગર નેતાઓએ ધક્કા મારી કાઢ્યા, CMએ મળવા બોલાવ્યા:ભરત બારડને ઓફિસમાં જતા રોક્યા હતા, ગાંધીનગર મુલાકાત પછી કહ્યું-'મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે'

Gujarat4/10/2026, 6:35:00 PM
પૂર્વ મેયરને ભાવનગર નેતાઓએ ધક્કા મારી કાઢ્યા, CMએ મળવા બોલાવ્યા:ભરત બારડને ઓફિસમાં જતા રોક્યા હતા, ગાંધીનગર મુલાકાત પછી કહ્યું-'મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે'
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મેયર ભરતભાઈ બારડ અને પક્ષના મહામંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીની ઘટના બનતા રાજકીય ગરમાવો સર્જાયો હતો. શહેર પ્રમુખને મળવા જઈ રહેલા પૂર્વ મેયરને મહામંત્રીઓએ અટકાવતા વિવાદ વકર્યો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પૂર્વ મેયરે ગાંધીનગરથી તેંડુ આવતા રાજ્યના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરી મામલો થાળે પાડ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો. શું છે સમગ્ર ઘટના? ભરતભાઈ બારડ જ્યારે શહેર પ્રમુખની ઓફિસમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ત્રણ મહામંત્રીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહામંત્રીઓએ પૂર્વ મેયરનું બાવડું પકડતા મામલો બિચક્યો હતો. આ અપમાનજનક વર્તનથી રોષે ભરાયેલા ભરતભાઈ બારડે જાહેરમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈના બાપની પેઢી નથી, આ પાર્ટી અમે બનાવી છે." ભરતભાઈ બારડને ગાંધીનગરથી તેડું આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ તુરંત જ ગતિવિધિઓ તેજ થઈ હતી અને ભરતભાઈ બારડને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. મોવડી મંડળ સાથેની આ બેઠકમાં સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 'ભાજપને મોટી લીડથી જીતાડવાની છે' શીર્ષ નેતૃત્વ સાથેની મુલાકાત બાદ ભરતભાઈએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મોવડી મંડળ સમક્ષ મેં મારી વાત મૂકી છે અને ચર્ચાથી મને સંપૂર્ણ સંતોષ છે." ​હું પાર્ટીનો પાયાનો કાર્યકર છું અને ભાજપના સિદ્ધાંતોને વરેલો છું, ​તમામ વિવાદો પર પૂર્ણવિરામ મૂકતા તેમણે કાર્યકર્તાઓને એકઠા થઈને ભાજપને મોટી લીડથી જીતાડવા માટે કામે લાગી જવા વિનંતી કરી છે. મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરત બારડ વેલ્ડિંગ કામમાં વળગ્યા ​મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરત બારડએ કોઈ પણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન ફરી શરૂ કરી દીધી છે. તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળ્યા છે. ભરત બારડ અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર રહ્યા. તેઓ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે. વેલ્ડિંગનો જે વ્યવસાય છે તે પણ એક કેબિનમાં ચાલે છે. મેયરનો કામ કરતા જોઈને સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો)
Read Original Article →