ધોલેરા-ભાવનગર વચ્ચે કનેક્ટિવિટી વધશે:અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ ‘બ્રોડ ગેજ’ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર, ભાવનગરને ધોલેરા સાથે જોડવા રેલવે તંત્રનું ભવિષ્યનું આયોજન

Gujarat5/19/2026, 10:13:46 AM
ધોલેરા-ભાવનગર વચ્ચે કનેક્ટિવિટી વધશે:અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ ‘બ્રોડ ગેજ’ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર, ભાવનગરને ધોલેરા સાથે જોડવા રેલવે તંત્રનું ભવિષ્યનું આયોજન
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ-ધોલેરા વચ્ચે 134 કિમી લાંબા સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે કવચ 5.0 સુરક્ષા સિસ્ટમ ધરાવતો આ દેશનો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી બ્રોડગેજ હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે ધોલેરા SIR, એરપોર્ટ અને લોથલને કનેક્ટિવિટી આપવાની સાથે ભવિષ્યમાં ભાવનગર સાથે પણ જોડાશે. ગુજરાતના વિકાસમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ (સરખેજ)–ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી દીધી છે, રૂ.20,667 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં અત્યાધુનિક ‘નમો ભારત’ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. ​આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા એ છે કે, હાલ સુધી વિશ્વમાં સેમી હાઈ-સ્પીડ ટ્રેનો મુખ્યત્વે સ્ટાન્ડર્ડ ગેજ પર દોડતી આવી છે, પરંતુ ભારત વિશ્વમાં પ્રથમ વખત બ્રોડ ગેજ ટ્રેક પર 220 કિમી પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડ ધરાવતું મોડેલ વિકસાવવા જઈ રહ્યું છે, પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો ​કુલ લંબાઈ 134 કિલોમીટર નવી ડબલ લાઇન, ​કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર, ​ઝડપ ડિઝાઇન ગતિ 220 કિમી/કલાક અને સંચાલન ગતિ 200 કિમી/કલાક, ​મુસાફરી સમય અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો સમય ઘટીને 1 કલાકથી પણ ઓછો થશે. ભાવનગર મંડળ ના ડીઆરએમ દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, ભાવનગર મંડલમાં જ એક ધોલેરા જે જગ્યા છે ત્યાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન બનાવવામાં આવ્યું છે અને ત્યાં અમે ભારત માટે સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ કરવાની ફેક્ટરીઓ લગાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ અમે સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ શરૂ કરીશું. એ રીજનને કનેક્ટિવિટી આપવા માટે આ ભારતનો પ્રથમ સેમી હાઇ સ્પીડ પ્રોજેક્ટ છે જે મંજૂર કરવામાં આવ્યો છે, હજુ કેબિનેટે તેને મંજૂરી આપી છે, આ સરખેજથી ધોલેરા વચ્ચે અંદાજે 134 કિલોમીટરનો સેક્શન છે, જે કે આપણને આ અંતર માંડ અડધા કલાકમાં પૂરું થઈ જશે અને લોકોને તે રીજનમાં આવવા-જવા માટે પૂરી સુવિધા મળી જશે જેનાથી કે અહીં આ ક્ષેત્રનો પૂરો વિકાસ થશે. આ પરિયોજના અંદાજે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પૂરી થશે અને આ ડબલ લાઈન બનશે જેના પર કે આપણી માલગાડીઓ અને પેસેન્જર ગાડીઓ બંને ચાલશે. આગળ માટે જે ભાવનગરથી કનેક્ટિવિટી છે, તે અત્યારે પણ આપણી કનેક્ટિવિટી ભીમનાથ દ્વારા ધોલેરા લાઈનથી એક લાઈન બનાવવામાં આવી રહી છે, તેનાથી કનેક્ટિવિટી મોજૂદ છે. તે સિવાય બાવળીયારી જે અમારો લાસ્ટ પોઈન્ટ છે, અત્યારે આ સેમી હાઇ સ્પીડ સેક્શનનો, ત્યાંથી બીજી લાઈન માટે સર્વે, ડાયરેક્ટ ભાવનગર માટે સર્વે મંજૂર છે અને જેના પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એ પણ પૂરું થઈ જશે અને એ લાઈન પણ મંજૂર થઈને તેના પર કામ કરવામાં આવશે…
Read Original Article →