મારામારી તેમજ લૂંટનો બનાવ:સરદારનગર પ્યાલી લેવા ગયેલા યુવાન પર હુમલો, ઘડિયાળ લૂંટાઈ
શહેરના સરદારનગર વિસ્તારમાં જ્યાં નાની બોલાચાલીથી શરૂઆત થયેલો વિવાદ મારામારી અને લૂંટ સુધી પહોંચી ગયો હતો. કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના મિત્ર તથા ભાઈ સાથે સરદારનગર સર્કલ પાસે આવેલી પ્યાલીની દુકાને ગયા હતા. તે દરમિયાન ફોરવીલ કારને વળાંક લેવા લાગ્યા હતા ત્યારે સામેથી પસાર થઈ રહેલા બે શખ્સોએ ગાળો બોલતા ભગીરથસિંહ તથા તેમના ભાઈએ ગાળો શા માટે બોલો છો તેવુ કહેતા અમિત જ્યોતિકુમાર રાકેશ અને દિપક જયસ્વાલ એ અચાનક હુમલો કરીને ભગીરથસિંહ અને તેમના ભાઈને માર માર્યો હતો. હુમલામાં ભગીરથસિંહના હાથમાંથી બ્રાન્ડેડ કંપનીની અંદાજે 12,800ની કિંમતની ઘડિયાળ છીનવી લઈને બંને શખ્સો અલગ અલગ દિશામાં ફરાર થયા હતા.
Read Original Article →