'મહંત ચરિતમ' શ્રેણી પર કથા યોજાઈ:આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત આવશ્યક : મહંત સ્વામી મહારાજ

Gujarat4/5/2026, 12:25:58 AM
'મહંત ચરિતમ' શ્રેણી પર કથા યોજાઈ:આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત આવશ્યક : મહંત સ્વામી મહારાજ
ભાવનગર : 'અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા' એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજની અક્ષરવાડીમાં પધારમણી અને ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ ઉપક્રમે આજે સવારે પ્રાતઃપૂજા બાદ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે આજનાં સમયમાં કૌટુંબિક શાંતિ માટે ધર્મ અત્યંત જરૂરી છે. ચલાવી લેવું, જતું કરવું, માફ કરી દેવું, જેવાં અનેક પાસા છે જેથી પરિવારમાં શાંતિ જળવાય રહે અને એ જ્યારે ઘરમાં ધર્મ હોય ત્યારે જ શક્ય બને છે. સવારની પારાયણ દરમ્યાન પૂજ્ય આદર્શજીવન સ્વામીએ 'મહંત ચરિતમ' શ્રેણી પર અદભુત કથાનો લાભ આપ્યો હતો. સાંજની સભામાં ગુરુભક્તિ અર્ધ્યમ અંતર્ગત તપ, ઉપવાસ, વિશેષ નિયમ લેનાર બાળકો, યુવાનો, વડીલ હરિભક્તોને બિરદાવતો અદભુત કાર્યક્રમ ઉપરાંત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા અને અંતમાં ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિને પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજે દર્શન આશીર્વાદ આપ્યા હતા.
Read Original Article →