સૂરીલી સાંજની યશ કલગીમાં નવું છોગું ઉમેરાયું:સૌથી લાંબો સમય ચાલનારા બિન આર્થિક સંગીતના કાર્યક્રમમાં સૂરીલી સાંજનો રેકોર્ડ
સૌથી લાંબો સમય ચાલનાર બિન આર્થિક લાઈવ સાંગિતીક કાર્યક્રમ તરીકે સૂરીલી સાંજે બનાવ્યો રેકોર્ડ છે. લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પછી સૂરીલી સાંજની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક છોગું ઉમેરાયું છે. 28 વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે ચાલતી નિસ્વાર્થ - નિજાનંદની ઓળખ સમી સૂરીલી સાંજ સાંગિતિક પ્રવૃત્તિને રાજેશભાઈ અને માધુરીબેન વૈષ્ણવની હયાતીમાં લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. હવે જ્યારે આ પરંપરા હિરેનભાઇ સુપેરે નિભાવી રહયા છે ત્યારે આ સૂરીલી સાંજને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. લોંગેસ્ટ રનિંગ નોન કમર્શિયલ લાઇવ મ્યુઝિકલ પ્રોગ્રામ કેટેગરી હેઠળ બહુમાન મેળવનાર આ એકમાત્ર સંસ્થા છે. 335માં કાર્યક્રમ માટે આ ઉપલબ્ધિ મળી છે ત્યારે 5 એપ્રિલને રવિવારે બાલ પમરાટ રંગમંચ- દક્ષિણામૂર્તિ ખાતે નિયત સમયે યોજાનારા સૂરીલી સાંજના કાર્યક્રમમાં આ સર્ટિફિકેટ આપવામાં આવશે. રાજેશભાઈ વૈષ્ણવે શરૂ કરેલી સંગીતની સફર
કલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની કેટલીક આગવી ઓળખ છે અને આ પૈકીની એક એટલે સૂરીલી સાંજ. માત્ર કલાકારે જ નહીં પરંતુ ખરા અર્થમાં કલા સાધક એવા રાજેશભાઈ વૈષ્ણવે શરૂ કરેલી આ પરંપરા આજે પણ તેમના પુત્ર હિરેન વૈષ્ણવના નેતૃત્વમાં અવિરત ચાલી રહી છે એટલું જ નહીં તેની યશ કલગીમાં પણ ઉમેરો થતો રહ્યો છે.
Read Original Article →