જર્જરિત ઇમારત થઈ કડકભૂસ:શહેરના દરબારી કોઠાર પાસે મોડી રાત્રે જર્જરિત મિલકત ધડાકાભેર ધરાશાયી

Gujarat4/6/2026, 1:59:19 AM
જર્જરિત ઇમારત થઈ કડકભૂસ:શહેરના દરબારી કોઠાર પાસે મોડી રાત્રે જર્જરિત મિલકત ધડાકાભેર ધરાશાયી
શહેરના દરબારી કોઠાર એરિયામાં વર્ષો જૂનું અને લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં રાજમહોમ્મદ અહેમદ શેખની માલિકીનું બહુમાળી મકાન આવેલું છે ઈમારત વર્ષો જૂની હોવાનાં કારણે મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ઇમારતને તોડી પાડવા મકાન માલિક તથા BMC દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2024માં આ દુકાનો જે ધરાશાયી થઇ છે તેને ખાલી કરાવવા માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો અને હવે અમારી આ ચાર દુકાનો પાડી દીધી છે તેમ આજે આક્ષેપ કરતા જણાવ્યું હતુ. આ ચાર પૈકી ત્રણ દુકાન સ્કૂલ બેગ સહિતના રિપેરિંગની અને એક દુકાન મોટર રિવાઇન્ડિંગની હતી. આ મકાનમાં વર્ષોથી 5 ભાડુઆતો વસવાટ કરતા હોય આ મકાન તોડી પાડવાના નિર્ણયને ભાડુઆતોએ કોર્ટમાં પડકાર્યો હતો. દરમ્યાન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો મકાન ક્ષતિગ્રસ્ત થાય કે કોઈ જાનહાની સર્જાય તો ભોગ બનનારને વળતર તરીકે મકાન માલિક અને ભાડુઆતો દ્વારા 50 50 ટકા વળતર ચુકવવું. ગત મોડી રાત્રિના સમયે જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમ્યાન જ સમગ્ર મકાન ધડાકાભેર ધરાશાયી થયું હતું અને કાટમાળ રોડ ઉપર આવી જતા રસ્તો બ્લોક થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિ થવા પામી ન હતી. દરમિયાનમાં મ્યુ. એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતુ કે આવા કેસમાં મકાનમાલિકે જ જર્જરિત મકાન ઉતારી લેવાનું હોય છે.
Read Original Article →