નિમણૂંક:ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 72 તબીબોની નિમણૂંક કરાઇ

Gujarat4/11/2026, 12:33:40 AM
ગુજરાતના રાજ્યપાલના હુકમથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીમાં પસંદગી થયેલા 72 તબીબોની કરી નિમણુંક કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે મેડિસિન વિભાગમાં 43 અને સર્જરી વિભાગમાં 29 તબીબોના ઓર્ડર જારી કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર, મેડિકલ કોલેજ વડોદરા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ અને સરકારી મેડિકલ કોલેજ સુરતમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે પે-મેટ્રિક્સ લેવલ-11 એન્ટ્રી પે રૂ.68,900ના પગાર ધોરણ સાથે બે વર્ષના અજમાયશી સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરાઈ છે. મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે મેડિસિનના 43 અને સર્જરીના 29 તબીબોના થયેલા ઓર્ડરમાં સ્થાનિક ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ડો.અભિજીત યાદવ, ડો.તેજસકુમાર પટેલ અને ડો.શૈવા પટેલના ઓર્ડર નીકળ્યા છે. તેમજ ભાવનગર સરકારી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં ડો.ભિષ્મ માંડલિયા અને ડો.હર્ષરાજસિંહ બારડના ઓર્ડર નીકળ્યા છે.
Read Original Article →