બાળરોગ નિષ્ણાતોનો અનોખો જ્ઞાનયજ્ઞ:ભાવનગરમાં યોજાશે ગુજરાતના બાળરોગ નિષ્ણાતોની 50મી પરિષદ

Gujarat6/5/2026, 1:36:01 AM
ભાવનગર શહેરના આંગણે આગામી તા.6ઠ્ઠી અને 7મી જૂન-2026ના ઈસ્કોન ક્લબ ખાતે એકેડેમી ઓફ પિડિયાટ્રિક ગુજરાત દ્વારા 50મી મિડ-ટર્મ સાયન્ટિફિક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી 'સુવર્ણ વારસો, ભવિષ્યની સરહદો' થીમ હેઠળ એકેડેમી ઓફ પિડિયાટ્રિક ભાવનગર અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગર તેમજ ભાવનગર સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગના સહયોગથી કરવામાં આવશે પેડિયાટ્રિક્સમાં AIથી લઈને આધુનિક સારવાર સુધીના વિષયો પર મંથન ગુજરાતના બાળરોગ નિષ્ણાતોની 50મી પરિષદમાં પ્રથમ દિવસે તા.6ઠ્ઠી જૂને બાળરોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, ઇમરજન્સી સારવાર , બાળરોગ નિષ્ણાતો માટે ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ અને નર્સિંગ સ્ટાફ માટે 'IAP INSPIRE' મોડ્યુલ જેવા વિવિધ મહત્વના વિષયો પર વર્કશોપ ઉપરાંત બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગેનો વિશેષ તાલીમ કાર્યક્રમ પણ યોજાશે. તેમજ તા.7મી જૂને રવિવારે મુખ્ય વૈજ્ઞાનિક સત્ર યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ગંભીર બીમારીઓ, રસીકરણમાં નવીન અપડેટ્સ, નવજાત શિશુઓની સંભાળ અને પિડિયાટ્રિક પ્રેક્ટિસમાં આવતા કાયદાકીય પડકારો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે ડો.એ.બી. દેસાઈ વિશેષ વ્યાખ્યાન આપશે. ભાવનગરમાં કાલથી બે દિવસ બાળરોગ નિષ્ણાતોનો અનોખો જ્ઞાન યજ્ઞના સફળ આયોજનને લઈ આયોજક સમિતિના ચેરપર્સન ડો. મેહુલ ગોસાઈ, સેક્રેટરી ડો. આનંદ ગોઘાવાલા અને ડો.હરદેવસિંહ મોરી તેમજ સાયન્ટિફિક ચેરપર્સન ડો.કમલેશ ઉનડકટ સહિતની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ભાવનગર ખાતેની આ કોન્ફરન્સ ગુજરાતના બાળરોગ નિષ્ણાતો માટે જ્ઞાનના આદાન-પ્રદાનનું એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે.
Read Original Article →