આચારસંહિતાની કડક અમલવારી:જિલ્લામાં આચારસંહિતાનો અમલ 363 બેનર અને પોસ્ટર હટાવાયા

Gujarat4/5/2026, 12:22:26 AM
ભાવનગર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાની પણ વહીવટી તંત્ર દ્વારા અમલવારી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેર તેમજ ખાનગી મિલકતો પરથી મતદારોને આકર્ષિત કરતી રાજકીય સહિતના પોસ્ટર, બેનર અને લખાણો 363 જેટલા દૂર કરવામાં આવ્યા છે. આચારસંહિતા અમલમાં આવી હતી. આચાર સહિતા અમલીકરણ માટે ROને જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. સામાન્ય રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેશનના અધિકારીઓને કે કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવતી નથી. તેમ છતાં તંત્ર દ્વારા ઓર્ડર કર્યા હતા તેમાં ફેરફારના હુકમો પણ થયા છે. ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ મુજબ પોત પોતાના વિસ્તારોમાંથી મતદારોને આકર્ષિત કરતા રાજકીય બોર્ડ બેનર, પોસ્ટર અને લખાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં હજુ પણ આચાર સંહિતાનું સંપૂર્ણપણે પાલન ન થતું હોય તેમ હજુ પણ અનેક જાહેર અને ખાનગી મિલકતો પર રાજકીય આગેવાનોના ફોટા સહિતના બેનરો અને પોસ્ટરો લાગેલા છે. વિકાસ કામોની જાહેરાતો દ્વારા પણ મતદારોને લોભાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મિલકત ધારાના ભંગ હેઠળ જાહેર મિલકતોમાં ભાવનગર મહાનગરપાલિકાના 31 સહિત કુલ 280 કિસ્સાઓ નોંધાયા હતા. જે પૈકી 278 નો નિકાલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ખાનગી મિલકતોમાં પણ કોર્પોરેશન વિસ્તારમાં 14 જેટલા કિસ્સાઓ સહિત કુલ 85 નોંધાયા હતા અને તમામને દૂર કરવામાં આવ્યા છે. ફેક્ટ ફાઈલ
Read Original Article →