અકસ્માત:બે કારની વચ્ચે અકસ્માતમાં સારવાર વેળાં યુવાનનું મોત

Gujarat5/20/2026, 12:00:00 AM
ભરૂચ જિલ્લાના નેત્રંગ-રાજપાડી રોડ પર ભાથીજી મંદિર નજીક ફોર્ચ્યુનર અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો. મળતી માહિતી મુજબ ભોટનગરથી કુરી ગામ તરફ જવાના માર્ગ પર અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડ્યા હતા. ઈજાગ્રસ્ત વીનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
Read Original Article →