પિતા સામે બે સંતાનોના મોત:ભુખી ખાડીના બ્રિજ પર 20ની ઝડપે જતી બાઇકને પાછળથી વાહને ટક્કર મારતાં બે બાળકોનાં મોત
ભરૂચના વરેડીયા પાસે આવેલાં ભુખી ખાડીના સાંકડા પુલ પરથી 20 કિમીની ઝડપે પસાર થઇ રહેલાં સોની પરિવારની બાઇકને રોંગ સાઇડથી ઓવરટેક કરવા જતાં અજાણ્યા વાહનચાલકે પાછળથી ટકકર મારતાં બાઇક સવાર બે બાળકોના મોત થયાં હતાં. પિતાની નજરની સામે જ બંને બાળકોના જીવનદીપ બુઝાઇ ગયાં હતાં. અકસ્માત સમયે બાઇક પર મૃતક બાળકોના દાદા પણ હતાં. પિતા- પુત્ર અને બે બાળકો વરેડીયાથી ભરૂચ આવી રહયાં હતાં ત્યારે માર્ગમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ આવતી લેનમાં ભુખી ખાડીનો બ્રિજ સાંકડો છે. આ બ્રિજ ખખડધજ હોવાથી વાહનોની ગતિ ધીમી પાડવી પડે છે. ભરૂચના કંસારવાડમાં રહેતાં ભુરમલ સોની અને તેમના પુત્ર ઓમપ્રકાશ સોની તથા બે બાળકો મંથન ઓમપ્રકાશ સોની ( ઉવ.6) તથા કૃષ્ણા દિનેશ સોની ( ઉવ.14)નાઓ પણ હતાં. તેઓ ચારેય જણા વરેડીયા ગામમાં રહેતાં તેમના ગ્રાહકને મળીને સોમવારે રાત્રિના 8 વાગ્યાના અરસામાં વરેડીયાથી બાઇક લઇને ભરૂચ તેમના નિવાસે આવવા માટે નીકળ્યાં હતાં. ભુખી ખાડીનો બ્રિજ આવતાં બાઇકચાલકે બાઇકને ધીમી પાડી હતી. 20ની સ્પીડે જઇ રહેલી બાઇકને આગળ ચાલતી કારની રોંગ સાઇડથી ઓવરટેક કરવા જતાં અજાણ્યા વાહનચાલકે પાછળથી જોરદાર ટકકર મારી હતી. અજાણ્યા વાહનની ટકકર વાગતાં મંથન અને કૃષ્ણાના ગંભીર ઇજાના પગલે તેમના સ્થળ પર મોત નીપજયાં હતાં. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. બંને માસુમ બાળકો પર વાહનના પૈંડા ફરી વળ્યાં હતાં. પાલેજ પોલીસે ફરાર થઇ ગયેલાં વાહનચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અમારો પરિવારવિખેરાઇ ગયો
મારો ભાઇ ભુખી ખાડીના બ્રિજ પર 20ની સ્પીડ પર બાઇક ચલાવી રહયો હતો. છેલ્લી લેનમાં તેની બાઇક ચાલી રહી હતી અને બાજુમાં એક કાર પણ ચાલી રહી હતી. કારની રોંગ સાઇડથી ઓવરટેક કરવા જતાં અજાણ્યા વાહને ટકકર મારી હતી. વાહન ચાલક ભાગી જ ગયો હતો. મારા ભાઇનો પગ કાપવો પડયો છે અને મારા ભાઇ તથા મારા બેનના દીકરાના મોત થયાં છે. અને અમારો આખો પરિવાર વિખેરાઇ ગયો છે. - છગનભા સોની, મૃતકના ભાઇ ભુખી ખાડીનો સાંકડો બ્રિજ અકસ્માત ઝોન બન્યો
વડોદરાથી ભરૂચને જોડતા નેશનલ હાઇવે 48 પર વરેડીયા ગામ પાસે ભુખી ખાડી પર બંને તરફ આવેલો બ્રિજ સાંકડો છે. ત્રણ લેનનો રોડ આ બ્રિજ પર એકદમ બે લેનનો બની જાય છે. બ્રિજ પરનો રસ્તો ખખડધજ હોવાથી વાહનોની ગતિ ધીમી પાડવી પડતી હોય છે. એકદમ ઝડપથી ચાલતા વાહનચાલકો આ સાંકડા બ્રિજના કારણે અટવાઇ રહયાં છે. ઓમપ્રકાશ સોનીએ પણ બ્રિજ પર બાઇક ધીમી પાડીને સાઇડમાં ચલાવી રહયાં હતાં પણ અજાણ્યા વાહનચાલકે રોંગ સાઇડે આવીને બાઇકને પાછળથી જોરદાર ટકકર મારી હતી.
Read Original Article →