ખનન સામે સ્થાનિક આંદોલન:મંજૂરી વિના રોજની હજારો ટન માટીનું ખોદકામ કરાઇ રહ્યું છે
આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં બેફામ માટી અને રેતી ખનન સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ ભેગા મળીને ખનીજો ભરેલી ટ્રકો અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો. રાણીપુરા ગામમાં હાલ વિકાસના નામે વિનાશનું તાંડવ ખેલાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામ પંચાયત કે સ્થાનિક ખેડૂતોની લેખિત મંજૂરી મેળવવાની તસ્દી લીધા વિના જ, ખનીજ માફિયાઓ અને વગદાર કોન્ટ્રાક્ટરો બેફામ રીતે માટી ખોદકામ કરી રહયાં છે. સોમવારના રોજ રોષે ભરાયેલાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે બાંયો ચડાવી છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નિયમોને ઘોળીને પી જનારા કોન્ટ્રાક્ટરો દ્વારા ગ્રામ્ય રસ્તાઓની ક્ષમતા કરતા અનેકગણું વજન ભરીને ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. જે માર્ગો માત્ર 10 થી 15 ટનનો ભાર સહન કરવા માટે બન્યા છે, ત્યાં 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો કાળ બનીને દોડી રહ્યા છે. આ અવિરત ગતિના કારણે હજુ હમણાં જ બનેલા નવા રસ્તાઓ અને નાળાઓ ધરાશાયી થઈ ગયા છે. રાણીપુરા, નવા વાડિયા અને જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર બની છે કે, સામાન્ય વાહનચાલકો માટે અહીંથી પસાર થવું એટલે જીવનું જોખમ ખેડવા સમાન છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે વહીવટી તંત્રએ કડક પગલાં લેવા અનિવાર્ય છે. જૂના તવરા ગામે ખેડૂતોએ ટ્રકો અટકાવી હતી
ભરૂચ જિલ્લાના જૂના તવરા ગામમાં નર્મદા નદીના પટમાંથી ગેરકાયદે રેતીખનન કરવામાં આવી રહયું હતું. રેતીનું વહન કરતી ટ્રકો ખેતરોમાંથી પસાર થતી હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ત્રણ દિવસ પહેલાં સ્થાનિકોએ રેતી ભરેલી ટ્રકો રોકતાં હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ ભુસ્તર વિભાગે દરોડો પાડી રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતાં બે એકસવેટર મશીન મળી કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રામજનોની મુખ્ય સમસ્યાઓ
Read Original Article →