પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારનો મહત્વનો નિર્ણય‎:કામગીરીઓ ઝડપથી પૂર્ણ કરવા માટે કલેકટરની તાકીદ મહત્વનો નિર્ણય

Gujarat5/23/2026, 12:00:00 AM
પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારનો મહત્વનો નિર્ણય‎:કામગીરીઓ ઝડપથી પૂર્ણ કરવા માટે કલેકટરની તાકીદ મહત્વનો નિર્ણય
અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ માટે રૂ.15.80 લાખની નવીન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. નવી યોજના તૈયાર થયા બાદ ગામલોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લામાં જલ જીવન મિશન – નલ સે જલ, ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ તથા ટ્રાયબલ રૂરલ કાર્યક્રમ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રા.) ફેઝ–૨ ના સુચારુ અમલીકરણ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં અગાઉની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લામાં ચાલી રહેલ અને પૂર્ણ થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની સ્થિતિ, પ્રગતિ હેઠળના કામો, પાણી વિતરણ વ્યવસ્થા તથા બંધ કે આંશિક કાર્યરત યોજનાઓ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામ માટે રૂ. 15.80 લાખની નવીન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેને સમિતિ દ્વારા બહાલી આપવામાં આવી છે. બેઠક દરમિયાન પાણી પુરવઠાને સ્પર્શતા વહીવટી અને ટેકનિકલ મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.આ ઉપરાંત, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી હાથધરાયેલા રીજુવેશન કાર્યક્રમ, હેન્ડપંપ તથા મીની યોજના અંતર્ગત થયેલી કામગીરીનીપણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક મળી હતી.
Read Original Article →