11મી જૂનથી ધોરણ 10 અને 12ની પૂરકપરીક્ષા શરૂ:ભરૂચ જિલ્લામાં 20 પરીક્ષા કેન્દ્રો પર 183 ખંડ નિરીક્ષક સહિત સ્ટાફ મૂકાશે
ભરૂચ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર એસએસસી અને એચએસસી સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ ની પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ 20 કેન્દ્રો પર ધોરણ 10 અને 12 ના કુલ 4852 છાત્રોની પરીક્ષા 11 થી 20 જૂન દરમિયાન લેવામાં આવશે. પૂરક પરીક્ષામાં એસએસસીના 2519, એચએચસી સામાન્ય પ્રવાહના 1484 અને વિજ્ઞાન પ્રવાહના 849 છાત્રો પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રો પર 183 ખંડ નિરીક્ષક સહિત સુપરવાઈઝર અને જરૂરી સ્ટાફની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમ સહિત વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી પરીક્ષા વ્યવસ્થિત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત સહિતની તમામ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અને તમામ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. 11 જૂને પ્રથમ પ્રશ્નપત્ર ગણિત અને ભૌતિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર વિષયનું લેવામાં આવશે.
Read Original Article →