માર્ગદર્શન:ભરૂચમાં એસટીના કર્મીઓને પેટ્રોલ-‎ડીઝલની બચત અંગે સમજ અપાઇ‎

Gujarat5/19/2026, 12:00:00 AM
માર્ગદર્શન:ભરૂચમાં એસટીના કર્મીઓને પેટ્રોલ-‎ડીઝલની બચત અંગે સમજ અપાઇ‎
દેશમાં ડિઝલ અને પેટ્રોલ સહિતના ઇંધણોની બચતના વડાપ્રધાનના આહવાન બાદ ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ઇંધણની બચત માટે આગળ આવ્યું છે. ભરૂચ એસટી વિભાગ તરફથી ઊર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓ અને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.ડ્રાઈવરો વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઈવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ એવરેજ સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. ભરૂચ ડેપો ખાતે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપન હાઉસમાં ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરીને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ડ્રાઈવરો વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઈવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ એવરેજ સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. રૂટ કે ટ્રીપો ઉપર કોઇ અસર નહિ પડે ડીઝલ બચતની આ ઝુંબેશના કારણે એસટીના રૂટ કે ટ્રિપો ખોરવાશે નહિ. હાલ પૂરતી બસોની ટ્રિપો પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ છે. ભવિષ્યમાં જો કોઈ પરિસ્થિતિ ઊભી થશે, તો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આગળનું પ્લાનિંગ કરવામાં આવશે.. > વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર, ભરૂચ ગ્રામીણ વિસ્તારોમાંથી જે પણ એસટી બસો દોડે છે, તેનો લોકો મહત્તમ ઉપયોગ કરે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારથી શહેરોમાં આવવા-જવા માટે લોકો પોતાના પ્રાઈવેટ વાહનોનો ત્યાગ કરીને સરકારી પરિવહન સેવાનો લાભ લે તે જરૂરી બન્યું છે.જે ગામોમાં મુસાફરોની સંખ્યા નહિવત જોવા મળે છે, ત્યાં જો વધુમાં વધુ લોકો બસ સેવાનો લાભ લેશે, તો એસટી તંત્ર માટે તે રૂટ પર સતત સેવાઓ ચાલુ રાખવી સરળ બનશે અને વ્યક્તિગત સ્તરે ઇંધણની બચત થતાં દેશના ઊર્જા સંરક્ષણમાં પણ ફાળો આપી શકાશે.
Read Original Article →