ડમ્પર-જેસીબી સહિત અનેક વાહનો જપ્ત‎:ભરૂચ જિલ્લામાં ખનીજ ચોરી સામે તવાઈ 5 દિવસમાં 1.65 કરોડનો મુદ્દામાલ સીઝ

Gujarat6/5/2026, 12:00:00 AM
ભરૂચ જિલ્લામાં ખનીજ ચોરી સામે તવાઈ બોલાવવામાં આવી છે. 5 દિવસમાં 1.65 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જંબુસર તાલુકાના ડાભા ગામની સીમમાં તપાસ દરમિયાન ડમ્પર અને એક્સકેવેટર મશીનને સાદી માટીના બિનઅધિકૃત ખનન અને વહન બદલ સીઝ કરી ગ્રામ પંચાયત ગજેરાની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા. જે કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 40 લાખનો મુદ્દામલ જપ્ત કરાયો હતો. ત્યાર બાદ લુવારા ગામે તપાસ દરમિયાન ડમ્પર માંથી 13.32 મેટ્રિક ટન સાદી રેતી મળી આવતાં વાહન સીઝ કરવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 10 લાખનો મુદ્દામલ જપ્ત કરાયો હતો. 30 મેના રોજ ગજેરા ગામની સીમમાં બે ડમ્પર અને જેસીબી-થ્રીડીએક્સ મશીનને બિનઅધિકૃત ખનન બદલ સીઝ કરી વેડચ પોલીસને સોંપવામાં આવ્યા હતા. જે દરમિયાન રૂ.60 લાખનો મુદ્દામલ જપ્ત કરાયો હતો. તે જ દિવસે ઉમલ્લા-પાણેથા રોડ પર ત્રણ ડમ્પરમાંથી કુલ 53 મેટ્રિક ટન સાદી રેતી મળી આવતાં વાહનો સીઝ કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ.30 લાખનો મુદ્દામલ જપ્ત કરાયો હતો. 1 જૂને શુક્લતીર્થમાં 35 મેટ્રિક ટન સાદી રેતી ભરેલું ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં મુદ્દામાલ રૂ.25 લાખનો નોંધાયો હતો. સમગ્ર કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખનિજનું વહન ગેરકાયદેસર ત્યારે ગણાય છે જ્યારે વાહન પાસે માન્ય રોયલ્ટી પાસ અથવા ઇ-પરમિટ ન હોય. પરમિટમાં દર્શાવેલી માત્રા કરતાં વધુ ખનિજ ભરેલું હોય.
Read Original Article →