સેલ્ફ વેરિફિકેશન કરવાની સુવિધા:વસતિ ગણતરી માટે સ્વ-ગણના શરૂ31મી સુધીમાં માહિતી આપી શકાશે
દેશભરમાં વસતિ ગણતરી- 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે.17 થી 31 મે સુધી મોબાઇલ કે કોમ્પ્યુટરથી સેલ્ફ વેરિફિકેશન કરી શકાશે. ભરૂચ જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરે જાહેર જનતાને આ ડિજિટલ અભિયાનમાં વધુમાં વધુ જોડાવા અપીલ કરી છે. ભરૂચ જિલ્લામાં આ સમગ્ર કામગીરીના સુચારુ આયોજન અને દેખરેખ માટે કુલ 18 ચાર્જ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં નોડલ ઓફીસર તરીકે અર્પિત ત્યાગી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત વાગરા, ભરૂચ, વાલીયા, ઝગડીયા, નેત્રંગ, હાંસોટ, અંકલેશ્વર, આમોદ અને જંબુસરના મામલતદારો તેમજ વિવિધ આઈએનએ અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓને ચાર્જ ઓફીસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. વસતી ગણતરી પહેલા કર્મીઓને તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કો (17 મે થી 31 મે): નાગરિકો ઓનલાઇન માધ્યમથી પોતાના પરિવારની માહિતી જાતે જ રજીસ્ટર કરી શકશે. બીજો તબક્કો (1 જૂન થી 30 જૂન): બીજા ફેઝમાં કર્મચારીઓ દ્વારા રૂબરૂ ઘરયાદી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. વિગતો ભરવા માટેઃ https://se.census.go v.in પર જ જવાનું રહેશે.
ID સાચવી રાખો: ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ થયા એક Self Enumeration ID જનરેટ થશે, જેને સાચવીને રાખવો.
રૂબરૂ મુલાકાત: ગણતરીદાર તમારા ઘરે આવે, ત્યારે તેમને આ જનરેટ થયેલો Self ID આપવાનો રહેશે.
હેલ્પલાઇન નંબર: કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો સરકારના ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકાશે.
Read Original Article →