વિરોધ:ભરૂચ જિલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકો 20મીની દેશવ્યાપી હડતાળમાં જોડાશે

Gujarat5/19/2026, 12:00:00 AM
ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં આગામી 20 મેના રોજ સમગ્ર દેશમાં તમામ નાની-મોટી હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોરની દુકાનો 24 કલાક માટે સંપૂર્ણપણે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના પગલે ભરૂચ જિલ્લાના નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. જે લોકોની નિયમિત દવાઓ (જેવી કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ વગેરે) ચાલુ છે, તેમણે 20 મે પહેલાં જ પોતાની જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ખરીદી લેવા ભારપૂર્વક જણાવાયું છે. ગુજરાતના35 હજાર સહિત દેશભરના અંદાજિત 12.4 લાખ કેમિસ્ટોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ આંદોલનમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પણ સંપૂર્ણ પણે જોડાવા જઈ રહ્યું છે, કેમ યોજાઈ રહી છે દેશવ્યાપી હડતાળ? ઇ-ફાર્મસીનો વિરોધ: ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર થતું ગેરકાયદેસર દવાનું વેચાણ. આરોગ્ય સામે જોખમ: ઓનલાઈન વેચાણના કારણે એન્ટીબાયોટિક્સ દવાઓનો થઈ રહેલો મોટો દુરુપયોગ. અનફેર કોમ્પિટિશન: ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ નીતિઓના કારણે સ્થાનિક ફાર્મસીઓના અસ્તિત્વ સામે ઊભું થયેલું જોખમ. ડુપ્લિકેટ દવાઓ: ઓનલાઈન પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ દવાઓ વેચાવાની વધતી આશંકાઓ.
Read Original Article →