માંચ ગામમાં સફાઈ બાબતે પાડોશી વચ્ચે મારામારી:એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા, પોલીસ કાર્યવાહીની માંગ

Gujarat6/3/2026, 11:56:37 AM
માંચ ગામમાં સફાઈ બાબતે પાડોશી વચ્ચે મારામારી:એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા, પોલીસ કાર્યવાહીની માંગ
ભરૂચ જિલ્લાના માંચ ગામમાં પાડોશીઓ વચ્ચે સફાઈ બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ચાર શખ્સોએ એક જ પરિવાર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, ફરિયાદી અને તેમના પરિવારજનો ઘરની બહાર સફાઈ કરી રહ્યા હતા. તે સમયે પાડોશમાં રહેતા ચાર વ્યક્તિઓએ આવીને 'આ આમલીનું ઝાડ અમારું છે, તમે અહીં સુધી સફાઈ કરવા કેમ આવો છો' તેમ કહી અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ મુનાફ ઇબ્રાહિમ હાથિયા, આદમ ઇબ્રાહિમ હાથિયા, ઇબ્રાહિમ મુસા હાથિયા અને અજીમા મુનાફ હાથિયાએ લાકડાના ડંડા અને હાથ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી, તેમની પત્ની અને અન્ય પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી. મારામારી દરમિયાન ફરિયાદીને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ફરિયાદીનો આક્ષેપ છે કે માથામાં ગંભીર ઈજા અને તબીબી પુરાવા હોવા છતાં પોલીસે ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ કલમોનો સમાવેશ કર્યો નથી. ઉપરાંત, આરોપીઓ સામે પૂરતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ફરિયાદીએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. તેમણે ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ કલમો ઉમેરવા અને મુનાફ ઇબ્રાહિમ હાથિયા, આદમ ઇબ્રાહિમ હાથિયા, ઇબ્રાહિમ મુસા હાથિયા તથા અજીમા મુનાફ હાથિયા સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Read Original Article →