આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મમતા દિવસ ઉજવાયો:ભરૂચમાં કિશોરીને આયર્નની ગોળીઓ પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવાયું
ભરૂચ જિલ્લામાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાળકો અને સગર્ભા મહિલાઓના આરોગ્યની ખાસ તપાસ કરવામાં આવી હતી. સાથે જ બાળકોને નિયમિત રસીકરણ આપીને તેમના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તરુણીઓ માટે સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માસિક સ્વચ્છતા જાળવવાના ઉપાયો, આયર્નની ગોળીઓના મહત્વ અને પોષક આહાર અંગે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ કુપોષણથી બચવા સંતુલિત આહાર લેવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમથી માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવાનો તેમજ કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
Read Original Article →