રંપરાગત જળસ્ત્રોતો:મક્તમપુર તળાવ સાવ સૂકાઈ ગયું, ભરૂચ શહેરમાંથી તળાવોના અસ્તિત્વ જોખમમાં

Gujarat5/23/2026, 12:00:00 AM
રંપરાગત જળસ્ત્રોતો:મક્તમપુર તળાવ સાવ સૂકાઈ ગયું, ભરૂચ શહેરમાંથી તળાવોના અસ્તિત્વ જોખમમાં
ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલું ઐતિહાસિક મક્તમપુર તળાવ આજે વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે.એક તરફ સરકાર જળ સંચય અને સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ધુમાડા કરી રહી છે. બીજી તરફ ભરૂચ નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરના પરંપરાગત જળસ્ત્રોતો અને તળાવોની માવજત ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે.મક્તમપુર તળાવ આસપાસના વિસ્તાર માટે ભૂગર્ભ જળ સ્તર જાળવી રાખવા માટે ખૂબ મહત્વનું હતું. પરંતુ તળાવના બ્યુટિફિકેશન કે ઊંડું કરવાની કોઈ કામગીરી પાલિકા તરફથી નહિ કરાતાં આજે તળાવમાં પાણીનું એક ટીપું પણ બચ્યું નથી.
Read Original Article →