ભાસ્કર ફોલોઅપ:અંકલેશ્વર કેડિલા ફાર્મામાં આગની ઘટના‎બાદ કર્મીના ડીશની ટીમે નિવેદનો લીધાં‎

Gujarat5/12/2026, 2:02:05 AM
ભાસ્કર ફોલોઅપ:અંકલેશ્વર કેડિલા ફાર્મામાં આગની ઘટના‎બાદ કર્મીના ડીશની ટીમે નિવેદનો લીધાં‎
અંકલેશ્વરની કેડિલા ફાર્મા કંપનીમાં બે કર્મચારીઓની દાઝી જવાની ઘટનામાં ડીશની ટીમે તપાસ શરૂ કરી છે. કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપની એમપીપી 2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક પાણીના સંપર્ક આવતા કેમિકલ રિએક્શન થતા બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. આ ઘટનામાં ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને કંપની ક્લોઝર નોટિસ ફટકારી છે. ઘટનાની જાણ થતા જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. કેમિકલ પ્રોસેસ દરમિયાન કયા કારણોસર આગ લાગી કે બ્લાસ્ટ થયો તે જાણવા માટે એફ.એસ.એલ. દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ, તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. સ્થાનિક પોલીસ અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થની ટીમે સંયુક્ત રીતે કંપનીની મુલાકાત લીધી હતી. તપાસ અધિકારીઓએ ઘટના સમયે હાજર રહેલા કર્મચારીઓ અને સુપરવાઈઝરના જવાબ લીધા છે. કંપનીમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીની શું સ્થિતિ હતી તે અંગે પણ જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →