ભેજનું પ્રમાણ વધી 44 ટકા જેટલું નોંધાયું‎:ભરૂચમાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છતાં ગરમી યથાવત

Gujarat5/28/2026, 12:00:00 AM
જિલ્લાનું મહત્તમ તાપમાન બે દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટ્યું છે, તેમ છતાં 40 ડિગ્રી તેવી ગરમી અનુભવાઇ હતી. હાલ જિલ્લામાં ધીરે ધીરે પવનની ગતિમાં પાનાં વધારો થઈ રહ્યો છે. ગરમીના કારણે લોકો હાલ પાનાં બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના કારણે મોટા ભાગના લોકો એસી અને કુલર નો સતત દિવસ રાત ઉપયોગ કરી રહ્યા છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટીને 36 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી જેટલું નોંધાયું હતું. ભેજનું ફરમાન વધીને 44 ટકા અને પવનની ગતિ પણ વધીને 24 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ પવનની ગતિ વધુ હોવાના કારણે ખેતી પાકમાં દવાનો છંટકાવ કરવાનું ટાળવું જોઈએ અને પવનની ગતિ ઘટે ત્યારે દવાનો છંટકાવ કરવા માટે સલાહ આપવામાં આવી છે.
Read Original Article →