ભરૂચના કિશન રાણા ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત:રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026નું આયોજન

Gujarat4/7/2026, 3:31:22 PM
ભરૂચના કિશન રાણા ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત:રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026નું આયોજન
અમદાવાદમાં રાજ્ય સ્તરીય "સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટમાં ભરૂચના કિશન રાણાને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ગુજરાત સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 1500થી વધુ નોમિનેટ થયેલા ક્રિએટર્સમાંથી પસંદગી મેળવી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના એસ.જી. હાઈવે કેમ્પસ ખાતે યોજાયો હતો. ગુજરાત સહિત દેશભરના 1300થી વધુ મૂળ ગુજરાતી ક્રિએટર્સે તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. સપ્તરંગ ક્રિયેટર્સ કોમ્યુનિટી દ્વારા આયોજિત આ ફેસ્ટમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી ક્રિએટર્સ, યુટ્યુબર્સ, એન્ટરપ્રેન્યોર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ એક મંચ પર એકત્ર થયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવાનો અને તેમના કાર્યને માન્યતા આપવાનો હતો, જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ આપી સન્માનિત કરાયા હતા.
Read Original Article →