સરકાર તરફથી નવું ડિજિટલ પોર્ટલ શરૂ થયું:સરકારી પ્રમાણપત્રો - સેવાઓ મેળવવું હવે વધારે સુગમ બન્યું
ગુજરાતમાં સરકારી પ્રમાણપત્રો અને સેવાઓ મેળવવું હવે સુગમ બન્યું છે. અરજદારો સરકારી કચેરીઓમાં ગયા વિના જ જરૂરી પ્રમાણપત્રો મેળવી શકશે તથા વિવિધ સેવાઓનો લાભ ઉઠાવી શકશે. રાજયમાં સુગમ ડિજિટલ ગુજરાત પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી ડિજિટલ ગવર્નન્સ પહેલનો મુખ્ય હેતુ રાજ્ય સહિત નર્મદા જિલ્લાના નાગરિકોને સરકારી સેવાઓ સંપૂર્ણપણે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.આ પહેલ હેઠળ રાજ્યની સૌથી વધુ માગ ધરાવતી વિવિધ જાહેર સેવાઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે. નાગરિકોને વેબ પોર્ટલ, મોબાઇલ એપ્લિકેશન તેમજ વોટ્સએપ આધારિત સેવાઓ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષિત આધાર આધારિત ઓથેન્ટિકેશન, બારકોડ આધારિત દસ્તાવેજ ટ્રેકિંગ અને મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે એકસાથે 10 લાખ જેટલા વપરાશકર્તાઓને સરળતાથી સેવા પૂરી પાડવાની ક્ષમતા વિકસાવવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના અરજદારો સરકારી પ્રમાણપત્રો અને સેવાઓ માટે આ ડિજિટલ સેવાનો લાભ લઇ શકે છે. સુગમ ડિજિટલ ગુજરાતનો ઉપયોગ કેવી રીતે કરશો?
નાગરિકોએ સૌપ્રથમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ આધાર આધારિત ચકાસણીથી પ્રોફાઇલ પૂર્ણ કરવાનીરહેશે. ત્યાર પછી ડેશબોર્ડમાંથી જરૂરી સેવા અથવા પ્રમાણપત્ર પસંદ કરી ઓનલાઈન અરજી કરી શકાશે.અરજીની સ્થિતિ પણ ઓનલાઈન ટ્રેક કરી શકાશે અને મંજૂરી મળ્યા બાદ બારકોડ યુક્ત ડિજિટલ પ્રમાણપત્રડાઉનલોડ કરી શકાશે..
Read Original Article →